________________
સાવધાન
મુમુક્ષુ:–“એમ કેમ બને? કાંઈક વિગત સાથે એ વાત સ્પષ્ટ કરે. હજુ તે વાત અંદર ઝળકતી નથી.”
મહાત્મા:–“આપણે એક દાખલો લઈએ. એક ધર્મશ્રદ્ધાળુ માણસે સંઘ કાઢો. એ હકીક્ત શુભની નિમિત્ત છે. હવે એ સંઘ કાઢવાને વખતે કોઈ સાથે સ્પર્ધા કરે, કેઈએ સંઘ કાઢ્યો તે કરતાં પોતાની વધારે વાહવાહ કેમ કહેવાય તેવા પ્રયત્ન કરે, અથવા એ સંઘ કેઈએ કાલ્યો નથી તેવી પિતે વાત કરે તે શુભનું નિમિત્ત અશુભમાં પરિણમે.”
મુમુક્ષુ –“તે સાહેબ! એમ જોઈએ તે તે પ્રત્યેક શુભ કાર્યમાં કષાય તે થઈ જાય છે. કઈ સારું પુસ્તક લખે અને કઈ પ્રશંસા કરે એટલે લખનાર રાજી થઈ જાય છે કે પાંચ દશ ઉપવાસ કરે ને અન્ય કોઈ પ્રશંસા કરે ત્યારે કરનાર રાજી થઈ જાય છે; કોઈ સ્વામીવાત્સલ્ય કરે અને લાડવામાં ઘી વધારે નાંખ્યું એમ અસત્ય બેલે અથવા અન્ય બોલે તેને વારે નહિ–આવું આવું તે સાહેબ! ઘણી વાર થાય છે. કેટલાએ ધર્મના કામમાં જૂઠું, ગોટાળા કે દંભ થાય તેમાં પાપ માનતા નથી.”
મહાત્મા–“એજ વાત વિચારવાની છે. સંઘ કાનારની લેકે પ્રશંસા કરે તેમાં કોઈ બેટું નથી. પૈસાને ત્યાગ કરે એ કાંઈ નાનીસૂની વાત નથી, પણ એ વાતને મદ સંઘ કાઢનારને ન ઘટે. પુસ્તક લખનારની પ્રશંસા લેક ભલે કરે, પણ લખનારના મનમાં પ્રશંસા સાંભળી ગરવ આવે તે તેને માટે શુભનું નિમિત્ત અશુભમાં પરિણામ પામી જાય. તપ કરનાર જરૂર પ્રશંસાને પાત્ર છે, પણ એ પ્રશંસા