________________
સાવધાન
કહું છું તે ઉપર તમે ખરાખર લક્ષ્ય રાખો. “હકીક્ત એમ છે કે અવસર્પિણી કાળ એકંદરે ઊતરતા જ હાય છે, એમાં રસકસની હાનિ થયા કરે અને એમાં સુખ કરતાં દુ:ખના પ્રસંગે વધારે આવે.
cr
“તેમાં પણ આ અત્યારે જે અવસર્પિણી કાળ વર્તે છે તેને જૈન શાસ્ત્રકાર હુંડા અવસર્પણી કાળ કહે છે. એટલે એ અતિ અધમ-ઊતરતા કાળ છે. અવસર્પિણી કાળમાં આપણે ઊતરતા ચક્ર પર હાઇએ છીએ, તેમાં ઉત્તરોત્તર હાનિ જ દેખાયા કરે એટલે એકદરે એ કાળ વધારે વધારે ઊતરતા તા હાય જ છે, તેમાં વળી આ હુંડા અવસર્પિણી” કાળ છે, “ અનંતી ચેાવીસી જાય ત્યારે એક હુંડા અવસર્પિણી કાળ આવે છે. એ અતિ અધમ કાળ છે. એમાં પ્રાયે ઉત્તમ જીવનો જન્મ જ ન થાય. એમ નથી સમજવાનુ કે એમાં જન્મનાર સર્વ જીવે અધમ જ હાય; તે તે પછી એમાં તીર્થ કરાદિના જન્મ સંભવે જ નહિ; પરંતુ અહેાળતાએ એમાં ઉત્તમ જીવના જન્મ ન થાય. સંસારચક્રમાં ઉત્તમ જીવ હાય તે એવા સમયમાં અન્ય ક્ષેત્રમાં કે અન્ય ગતિમાં જઈ આવે છે. “ અનંતી ચાવીશી-અન્નતાં કાળચક્રો ગયા પછી આવે હુંડા અવસર્પિણી કાળ આવે છે. આપણે અત્યારે એવા હુડા અવસર્પિણીમાં વીએ છીએ, માટે આપણે ખૂબ ચેતીને
ચાલવાની જરૂર છે.”
આટલી વાત કરી મહાત્મા કંઇક. વિચારમાં પડયા એટલે બન્ને મુમુક્ષુએ પૈકી એકે પ્રશ્નપર’પરા ચલાવી. તે વખતે વાત નીચે પ્રમાણે થઈ:
16