________________
સાધ્ય
જે
આ પૂર્ણિમાની રાત્રિએ કંઈ નવીન જ વિચારણા ચાલી. મુમુક્ષુ અભ્યાસીએ સંસારી હતા, આમાથી હતા, તે વખતે થોડા વર્ષ પહેલા કાઢેલી એક નવીન સંસ્થાના અધિકારી, હતા અને ધર્મભાવનાથી ભરેલા હતા. યુવાન વય, ધર્મને આગળ કરવાની પ્રબળ વૃત્તિ, લેખન વાંચન અને ભાષણ દ્વારા અનેક કાર્ય કરવાની ઈચ્છા અને તે વખતની પરિસ્થિતિમાં એમનાં જીવને ઘડાયેલાં હતાં. એમણે બહુ રસપૂર્વક ધર્મ ચર્ચા આદરી.
સહજ વાતચીત થતાં એક પ્રશ્ન થા. તે અરસામાં કેહ મોટી પંન્યાસ' પદવી સંબંધની ખટપટ ચાલતી હતી. અમુક પ્રકારની દેખાદડી અને ધમાલની કાંઈ વાર્તા તેજ રાત્રે ટપાલમાં આવી હતી. તે વાતને એક મુમુક્ષુએ જરા છેડી અને ટપાલમાં જે હકીક્ત આવી હતી તેનું સહજ ઉચ્ચારણ કર્યું. તે વખત મહાત્મા બેલ્યા:–
“આવી જાતની વાત કરવામાં શું લાભ? એમાં આત્મચિંતવન શું થાય? એમાં આત્મા કેમ અંદર ઉતરે? આપણે બહારની કે પારકી પંચાત શા માટે કરવી? આપણું પિતાનું સંભાળીએ તો બસ છે. આપણે આપણું ચિંતા હજુ પૂરી કરી શક્તા નથી ત્યાં અન્યની ચિંતા કરવી અને અધૂરી હકીકતે ફેંસલે આપવા નીકળી પડવું એ કાર્ય સનું ન હોય. આવા પ્રકારની ખટપટને અંગે તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જેમણે આ ભવમાં કાંઈ સાધવું હોય તેમણે એ વાત વારંવાર ધ્યાનમાં રાખવાની છે, અને જેમણે ખરી પ્રગતિ કરવાની હોય તેમણે એ હકીકત કદી ન વિસરવા માટે ચીવટ રાખવાની છે. હવે હું તે હકીકત