________________
સાવધાન
ર૩ર
W
પ્રાપ્ત થયેલ કરી છવા જ
ચેડા ગ્રંથો મેજુદ છે. એમાંને એ એક ગ્રંથ છે. - એવા અદ્ભુત ગ્રંથને યથાસ્વરૂપે બતાવનાર મહાત્મા
જ્યારે એ ગ્રંથમાં ઉપદેશેલી શાન્તિ, સ્થિરતા, સમાધિ અને વિવેકને જીવી જાણતા હોય, જેનું જીવન સમજણ પૂર્વકના ત્યાગને પરિણામે પ્રાપ્ત થયેલ અપૂર્વ શાન્તિમય હોય અને જેમણે એ દશાને સાક્ષાત્કાર કરી જીવનને સ્વાભાવિક રીતે જ ઘણું ઉન્નત બનાવી મૂકયું હોય, તે પિતે જ જ્યારે એના પ્રત્યેક લેકને સમજાવે, વિસ્તાર અને પ્રકાશિત કરે ત્યારે અભ્યાસ સાથે પદાર્થવિજ્ઞાન અસરકારક નીવડે છે અને ઉપદેશ સાથે જીવનની એક્તાનતા દેખાય છે. એવું જીવન જીવનાર જે અસર કરે છે તે સૂકી વાત કરનાર કદી કરી શકતા નથી, તે હકીક્ત પણ ખુલ્લી રીતે જણાઈ આવે છે.
દિવસે વાંચેલા લેકની રાત્રે દરરોજ ચર્ચા ચાલતી. જ્ઞાનસાર જ્ઞાનને સાર, જાણપણાનું અંતિમ લક્ષ્ય, જીવનને ઉત્તમોત્તમ આદર્શ, સંસારપરિચર્યાનું અતિમ ધ્યેય, તત્રામિને માટે આવશ્યકીય આત્મચિંતવન અને મંથન એ સર્વને સહયોગ ત્યાં થતું હતું અને જ્યારે સાંભળનાર પાત્ર હોય અને સંભળાવનારને શ્રોતાના આત્માર્થીપણુની તેમ જ ગ્રાહકશક્તિની પ્રતીતિ હેય, ત્યારે આવી ધર્મચર્ચામાં ભારે મજા જામે છે. એના એક એક દિવસના પ્રસંગે અત્યારે યાદ આવે તે ઊંડા વિચારમાં નાખી દે છે. એની રાત્રિની ધર્મચર્ચા અત્યારે પણ એ મુમુક્ષુઓને વિપથગામી થઈ જવાના પ્રલોભન પ્રસંગોએ ત્યાંથી ખેંચી સાચે માર્ગે લઈ આવે છે. બન્ને મુમુક્ષુઓનાં જીવન ઉપર એણે જે અસર કરી હતી તે લેખમાં લગભગ અનભિલેખ્ય જ છે.