________________
૮૧
સાધ્યને માગે
પરપીડન, ઈર્ષ્યા-એ સર્વના સમાવેશ આ ખલતામાં થાય છે. એ મનુષ્યાનાં ચલના તદ્દન વિચિત્ર પ્રકારનાં અને અત્યંત ખાટે માગે જનારાં કરી મૂકે છે. પ્રાણીને લાગે છે કે એ ચાલે છે, ગતિ કરે છે, પણ ખલતા સાથે હાય ત્યારે તે ઊલટી જ ગતિ કરે છે. મનમાં વિચાર જુદા, ભાષણુ ખીજા પ્રકારનું અને વન તેથી પણ વિપરીત-એવી મન, વચન કાચાની વિરૂપતા આ ખલતા કરે છે અને ચલનમાં વકતા આણે છે.
(૫) કુરૂપતા–કદરૂપાપણું, લંગડાપણું, કાણાપણુ, કૂબડાપણું, હુંઠાપણુ, ખુંધાપણુ, વિગેરે. સૃષ્ટિને પણુ ઉદ્વેગ કરે તેવા પૂર્વ પાપના પરિણામે આ કુરૂપતા લાવે છે, ખરાબ આહારવિહારને પિરણામે એ વધારે અસર નીપજાવે છે અને પ્રાણીને અન્યની સેાબતને પણ અયેાગ્ય બનાવે છે. એકદરે શરીરની વક્રતા નિર્ગુ ણુપણુ` સાથે લાવે છે. સાધારણ રીતે નિર્મળ આકૃતિમાં જ સુંદર ગુણે! હાય છે. કુરૂપવાળાનાં ચલના મહુધા ઘણાં ખરાબ હાય છે.
(૬) દરિદ્રતા દળદર. જળથી, આગથી, લૂંટથી, ચારીથી, રાજ્યથી, મદ્યથી, જુગારથી, સટ્ટાથી, વેશ્યાથી, વ્યસનથી, ધનહાનિ થવી એ દળદર-દ્રારિદ્રચ છે. ખરાખ આશાના પાસમાં બંધાયેલે પ્રાણી અનેક ચલના કરે છે, પણ ફળ કાંઈ મળતું નથી અને અનેક રીતે ધન ખાઈ એસે છે. એ દળદરથી દીનતા આવે છે, મન ટુકુ થઈ જાય છે, જ્યાં ત્યાં ધનની માગણી કરવી પડે છે, ભૂખના પછાડા દેખાય છે અને ચલનોમાં મહાવિકાર થઇ જાય છે.
(૭) દુગતા—દુભાગ્ય. તેથી લેાકમાં લઘુતા થાય છે, ચિત્તમાં દુ:ખ થાય છે, વચન કાઈને ગમતું નથી,