SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઋજુવાલુકાને તીરે કાર્યો કેઈને રુચતાં નથી, એના તરફ કેઈ માનની નજરે જોતું નથી, એના ઘરમાં પણ એનું માન રહેતું નથી, એના ભાઈઓ ને સંબંધીઓ પણ એની સાથે ભાષણ કરતા નથી. છે. ચલને ઉપર આવી રીતે અનેક પ્રકારના આઘાત પડે છે, અનેક એને અટકાવનાર છે, અનેક એની દિશા ફેરવી નાખનાર છે, અનેક એને વર્ક કરી નાખનાર છે, અને એને ઢંગધડા વગરનાં બનાવી દેનાર છે, અનેક એને માર્ગલ કરી નાખનાર છે, અનેક એને સાધ્યથી તદ્દન જૂદી જ દિશાએ લઈ જનાર છે, અનેક માર્ગમાં વિના અને અગવડ ઊભી કરનાર છે. આથી ચલને થાય તેમાં પણ ઘણે વિચાર કરવા જેવો છે. ચાલવા માંડ્યા એથી સાધ્ય સિદ્ધ થતું નથી, ચાલવાની સાથે સાધ્યને ઓળખવું જોઈએ, એના માર્ગ સમજવા જોઈએ, એને સમજીને શેધવા જોઈએ, એ માર્ગે આડાઅવળા રસ્તાઓ આવે તેથી સાવચેત રહેવું જોઈએ અને સાધ્યને નિરંતર લક્ષ્યમાં રાખવું જોઈએ. આ પણ એક વાત તે ચોક્કસ છે કે સૂઇ તે ન જ રહેવું, ચાલવું તે જરૂરનું છે, ચાલવું એ ધર્મ છે અને ચાલ્યા વગર માર્ગે આગળ વધાય તેમ નથી. આ લેકે સૂઈ રામ છે તે તે ભૂલ જ જણાય છે. આ સામે સમેતશિખરનો મહાન પર્વત છે, તેની ડાબી બાજુમાં શ્રી પાર્શ્વનાથનું શિખર જણાય છે, તે અત્યારે આપણું સાધ્ય છે, તે હવે અહીં સુઈ રહેવું અગ્ય છે. આપણુ સાધ્યને પહોંચવા આપણે ચાવું જ જોઈએ. આપણે વળી સૂવાની વાત કેવી? - અહીં વિરપ્રભુને સર્વ સાક્ષાત્કાર થયે હશે ત્યારે કેવી જ્યતિ જાગૃત થઈ હશે! એ પરમાત્માનાં ચલને સામે
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy