________________
સંત સમાગમની સુખી ઘડી
૧૨૯ મુમુક્ષ –એવા પતીત પામરના વિચાર શા માટે કરવા? સગુણું વીતરાગના જ વિચાર ન કરીએ??
સંત વળી મુદ્દે ખસી જાય છે. વીતરાગ કે ગુણવાનના વિચાર કરવા, પણ ગુણને બરાબર ઓળખવા માટે એનાથી ઊલટી ખાસીઅો, ટે અને વર્તનને અભ્યાસ કરે જ પડે. એ રીતે ઘાતક સંબંધી વિચાર એને બરાબર ઓળખવા માટે જરૂરી છે અને એમ સમજીએ ત્યારે જણાશે કે એ વિચાર પોતે ઘાતક નથી.”
| મુમુક્ષુ-પણ આપણે દુર્ગુણને કે તેવી વાતનો વિચાર જ શા માટે કરે? વિચાર કરતાં કરતાં તેવા થઈ જઈએ અથવા મનમાં તે માટેને ત્રાસ મટી જાય.”
સંતઃ–ત્યાં પણ સમજફેર છે. વિચાર કરતાં તેવા થઈ જવાશે–એ કઈ કક્ષાના વિચાર કર્યા છે તે પર આધાર રાખે છે. વેશ્યાને ત્યાં જવાના વિચારથી વેશ્યાને સારી માની વેશ્યાના રૂપ, લાવણ્ય વિલાસ કે મસ્તીને વિચાર કરીએ તે જ એ વિચાર ઘાતક થાય. એટલે એ અપ્રશસ્ત એકાગ્રતામાં આવે છે. અને તે ત્રાસની વાત કરી તે વસ્તુને એકાગ્રતાથી વિચારી ઓળખ્યા વગર બને નહિ અને વિચાર બરાબર કર્યા હોય તો ત્રાસ મટતે નથી, પણ સ્થિર થાય છે, જામી જાય છે, દઢ થઈ જાય છે.” | મુમુક્ષુ-પણ મરી ગયા, મરી ગયા” એવું વિચારવું એ વિચાર જ ઘાતક છે, એમ મારું કહેવું છે. મરણ આવશે ત્યારે મરી જશું, પણ એને અત્યારથી જ કકળાટ શા માટે કરે?”