________________
ઝીણી વાતાનું આંતર
[ ૨૩ ]
[આ એક મુમુક્ષુની નોંધપાથીમાંથી ઉદ્ધૃત છે. આવી અનેક ખાખતા મુમુક્ષુએ નોંધી છે અને નાંધતા જાય છે. એમાં રસ માલૂમ પડશે અને મુમુક્ષુની પેાથી ઉપલબ્ધ થશે તે અવારનવાર તે પ્રગટ કરવા પ્રયત્ન થશે. આમાં નિરીક્ષણ કરનાર અને અંદરથી જવામ આપનાર એ છે કે એક તે શેાધવા જેવું છે. ]
*
૧
*
તને નામના માહ કાઈ રીતે જતા નથી! તુ કોઈ રીતે તારૂં નામ કાયમ અથવા ઘણા વખત રહે તે માટે વલખાં મારે છે! તારૂં નાનું કામ ઘણા કેમ જાણે એ માટે અનેક પ્રયત્ન કરે છે! ઉપવાસ કર્યો હાય તા પાંચ કે પચીસ માણસાને કહે કે આજ તેા ઉપવાસ કર્યો છે ત્યારે તને નિરાંત થાય છે. એક સાધારણ રકમ ખરચી હાય તા દશને કહી દેખાડે છે અને ખરચેલી રકમ કરતાં એવડી ખરચી છે એમ લેાકા કહે ત્યારે રાજી થાય છે! તારૂં આખું જીવન બહારની પ્રશંસા મેળવવા ઉપર જ જાણે રચાયું હોય તેમ ઘડાય છે અને જાણે બહારની દુનિયામાં જ તુ જીવતા હા એવી સર્વ રચના જાણતાં-અજાણતાં ઘડાય છે. વિચાર કર:
તારૂ નામ કેટલા વખત રહેશે ? પ્રશંસા કરનાર કેટલે વખત બેસી રહેશે ? આરસની તખ્તી કયાં સુધી