________________
પરર
સાધ્યને માગે અને એ મકાનમાં પંદરેક દિવસથી જ એણે પિતાને નિવાસ કર્યો હતે. એની ભીંતેની સફાઈ, લાકડકામને રંગ અને ફરનીચર પરની ચેખાઈ એની ચીવટ અને સુરુચિ બતાવી રહ્યા હતા.
એને મૈત્રી બહુ ઓછા મનુષ્ય સાથે હતી. ધંધા સિવાયને વખત વાંચન લેખનમાં ગાળવાને એને નાનપણથી શેખ હતે. કોઈ કઈ વખત એ સારા સંતપુરુષને લઈ આવતે, એમની પાસેથી રુચિપૂર્વક આત્મવિચારણને અભ્યાસ કરતે અને અંતરપ્રેમથી તેમનું બહુમાન કરતે. ફુરસદ અલ્પ હાઈ આવા પ્રસંગો તેને થોડા જ મળતા, પણ મળતા. ત્યારે એ હૃદયપૂર્વક તેમની પાસે પોતાના મનની વાતે કરતો અને ખાસ કરીને પોતાના ચિત્તની એકાગ્રતા થઈ શકતી નથી તેની ગુંચવણ તે તેમની પાસે રજૂ કરતે. ધ્યાનગની એને તાલાવેલી હતી, પણ પિતાનો તેમાં સક્રિય સ્વરૂપે ચંચપ્રવેશ પણ થઈ શક્તો નથી તે વાતને ઊડે ઊડે ખેદ પણ તેને સાથે જ હતો અને પ્રત્યેક સંત જ્યારે એને કહે કે એનું કારણ એની સંસારરસિક્તા હતી ત્યારે એને એ વાતમાં સત્યતા દેખાતી, પણ સંસારમાં રહીને એને સાધના કરવાને મેહ લાગ્યું હતું, છતાં કઈ કઈ મીઠી ઘડીઓ એને મળતી ત્યારે તે એકાંતમાં વિચારણું જરૂર કરતો અને તેવી એક સુખી ઘડી તેને આજે પ્રાપ્ત થઈ હતી.
બપોરે ચાર વાગે એક સંતને સમાગમ થયે. તેઓ બંગલે પધાર્યા એટલે એણે સાધારણ રીતે ચર્ચાવાર્તા કરવાને બદલે તેમને પિતાને બગીચે અને બંગલે બતાવ્યાં. પછી દરેક ઓરડામાં સંતને ફેરવ્યા. પિતાની સાધારણ વસ્તુ ઉપર