________________
જુવાલુકાને તીરે
૭૮ જતા એવા છેલ્લા વર્ગના લક્ષ્યવાળા પુરુષે ચલન તે આખો વખત કરતા, પણ જનસમાજનાં ચાલુ ચલન કરતાં તેઓના ચલનેને પ્રકાર પડતા હતા. તેઓ લેકરંજન કે
પ્રેમ મેળવવાની ઈચ્છા ન કરતાં માત્ર પિતાનાં હૃદય તરફ અને ઉપર આવેલી નિવૃતિ નગરી તરફ જ ધ્યાન આપતા હતા. તેઓનાં ચલને તરફ મનુષ્ય મનમાં હસતાં, તેમને “વેદીઆ કહી તિરસ્કારતા, તેમને “બાવા” કહી પજવતા, તેમને જગવ્યવહારને માટે “અગ્ય ગણતા, તેમને કેટલીક વાર “મૂર્ખ પણ કહી નાખતા. આવા મનુષ્ય બીજા મનુ
ના વખાણ કે માનની અપેક્ષા વગર પોતાનાં ચલને ચાલુ રાખતા અને જગતની હાંસી કર્યા વગર મનમાં સમજતાં કે બીચારા ઠેકાણા વગરની દોડાદોડ કરનારા આ “અંધ મનુબેની હાર ચાલી રહી છે, તેઓના શા હાલહવાલ થશે? કાઈ વાર પ્રસંગ જોઈ જીવનવ્યવહારનાં સાચાં સૂત્રો બોલી જતા, કેઈ ગ્ય અધિકારીને સત્ય સ્વરૂપ સમજાવતા અને કઈ વાર આંતરધ્વનિમાં આલાપ કરી જતા, પણ એકંદરે પિતાનાં મંતવ્યમાં મસ્ત રહી ચલન ચાલુ રાખતા. આ વર્ગની સંખ્યા ઘણી ઓછી હતી અને જે કે મનુષ્ય તેમની હાંસી કરતા, છતાં કેટલાક મનુષ્ય તેમનાં ચલને માટે અંદરખાનેથી માન પણ ધરાવતા હતા.
આવી રીતે એક યા બીજા પ્રકારે ચલન આખા વિશ્વમાં ચાલી રહેલું જણાયું. પૃથક્કરણ કરીને આ સર્વ વિચારે લખતાં તે ઘણે વખત લાગે છે પણ આટલું દશ્ય હૃદયચક્ષુ સન્મુખ પાંચ પંદર સેકન્ડમાં થઈ ગયું, આખા વિશ્વનાં ચલને અનુભવાઈ ગયાં અને અંતરાત્મામાં મન સ્થિત થયું.