________________
૮૦
સાધ્યને માગે “તાકુ કેસા સેવના?” ઘણી ભારે વાત થઈ ગઈ. અંતરાત્માએ ચલને જોઈ લીધાં, ચલન એ ચેતનને સ્વભાવ લાગે, ચલન એ જીવનકમ લાગે, એની અત્યાજ્ય જરૂરીઆત સમજાણી. ટૂંકામાં, ચલન અનિવાર્ય જણાયાં, એટલે નિર્ણય થતાં જ એ ભાવને પકડી લેવાની અને પકડીને એને લાભમાં ફેરવી નાખવાની આવશ્યકતા લાગી. ઘણું ચલને નકામાં જણાયાં, સાધ્ય વગરનાં જણાયાં અને પ્રગતિને બદલે પશ્ચાદ્ગતિ કરાવનારાં જણાયાં, કેટલાંક ત્યાં ને ત્યાં લઈ આવનારાં જણાયાં અને કેટલાંક પ્રમાદ અને સાંસારિક ભાવની અસરથી મંદ થઈ જતાં જણાયાં. એ ચલન પર ‘ક’ ચઢેલી જણાઈ. એક તો ચલનમાં ઘણું વાર સાધ્ય ન મળે અને વળી તેમાં વિષયપિપાસા, ધનસંગ્રહેચ્છા, માન પ્રતિષ્ઠા ભાવના, ભેગાભિલાષા, રાગદ્વેષપરિણતિ, પિલ્ગલિક સુખ મંતવ્યતા વિગેરે “બ્રેકે જણાઈ. એટલે ચલનેને વધારે બારિકીથી તપાસવા ઈચ્છા થઈ, તે વળી એ ચલને સામે સખ્ત પ્રહાર કરી રહેલી સાત સ્ત્રીઓ પિશાચીણીઓને આકાર લઈઊભેલી જોવામાં આવી. એ સાત સ્ત્રીઓને વધારે સારી રીતે ઓળખતાં તેઓ ચલન પર નીચે પ્રમાણે અસર કરનારી જણાઈ.
(૧) જરા-વૃદ્ધાવસ્થા-ચલનને મંદ કરનારી, શરીરને શિથિલ કરનારી, બાલને ધોળા કરનારી, બાલને ધંળા કરનારી માથામાં ટાલ પાડનારી, અવયવોને નરમ કરનારી, ચામડીમાં વળી પાડનારી, ડેકને કંપ કરાવનારી, બુદ્ધિને નરમ - આ સાત સ્ત્રીઓનું અદભુત વર્ણનઉમિતિ ભવપ્રપંચ કથાના ચોથા પ્રસ્તાવમાં જોઈ શકાશે.