________________
૭૮
સાધ્યને માગે છે? કેટલાકે તે ખાલી દોડાદોડ કરે છે, કેટલાક દોડાદોડને અર્થ પણ સમજતા નથી. કેટલાકની બુદ્ધિ ઘણી મર્યાદામાં બંધાઈ રહેલી દેખાય છે, કેટલાક ચાલવાની વાત પર વિચાર જ કરતા નથી, માત્ર સર્વની સાથે ઘસડાયા કરે છે અને અર્થ વગરના ઠેકાણા વગરના પછાડા મારે છે. જેની વિચારશક્તિ ખીલેલી નથી એવા નીચેની હારમાં રહેલા જીવનના ચાલવામાં તે ઘણાખરા ખોટા પછાડા દેખાયા. પછી મનુષ્યજીવન પર લક્ષ્ય ગયું, ત્યાં કોઈ કઈ જગાએ સરખાઈદેખાણું; ઘણાખરા મનુષ્ય તો જીવનકલહમાં સબડાતા જણાયા, સવારથી સાંજ સુધી શારીરિક કે માનસિક મજૂરી કરી ઈદ્રિયના ભેગો ભેગવવામાં આસક્ત થયેલા અને ધન એકઠું કરી ઘરબાર ચણાવવામાં, નકામી દેશ, રાજ્ય, સ્ત્રી, કે ભોજનની વાતે કરવામાં, નાટક, ચેટક, સિનેમા જોવામાં અથવા વ્યાપાર કરવામાં, નોકરી કરવામાં, ખાવાવવામાં, ઈર્ષ્યા કલહ કંકાસ કરવામાં, એકબીજાને ટેટ પીસવાના કામમાં ચલન કરી રહ્યા હોય એમ દેખાયું, પિતાને નાના નાના સર્કલ (વર્તુળ) ના અગત્યના અંગભૂત માની તેને માની લીધેલા સંવ્યવહારને અનુરૂપ જીવન કરી તેમાં માનપ્રતિષ્ઠા મેળવવાના ખ્યાલમાં પ્રયાસ કરતા જણાયા, થોડાક મનુષ્ય પ્રમાણિક જીવન ગાળી વ્યાવહારિક નજરે ચેડી કમાણી કરી જીવન કે વ્યવહાર સારુ ચલન કરતાં જણાયા અને તેથી પણ છેડા મનુષ્ય અંતિમ સાધ્ય લક્ષ્યમાં રાખી આત્મોન્નતિ કરવાના સ્પષ્ટ અસ્પષ્ટ ખ્યાલથી ચલન કરતા જણાયા.
એક વળી ઘણી નવાઈ જેવી બાબત જોવામાં આવી: ધનને બેજારૂપ ગણી તેને તુચ્છકારતા, તેના સંબંધમાં નહિ