________________
જુવાલુકાને તીરે સર્વત્ર શાંતિમાં નદીના પાણીના ખળભળાટની અંતરમાં દેવમહત્સવ, ઇંદ્રની સ્તુતિ, સમવસરણની રચના જણાયાં. એ સર્વ અખંડ શાંતિમાં સામેથી એક સંન્યાસીને અવાજ આવ્યું. એને આખા જીવનને એક જ સંદેશ જગતને કહેવાનું હતું અને તે વારંવાર બોલતો હતે. લેકે સાંભળે છે કે હસે છે તેની દરકાર વગર તે પિતાને રહસ્યમય સંદેશ કહેતે હતે. અમે સાંભળ્યું, તે બોલ્ય:
ભૂલ મત જાના, વિસર મત જાના. ઘડીઘડીકા પલપલકા–લેખા લીયા જાયગા,
બે, ચાર, પાંચ વાર આ સંદેશ સાંભળે, વિચાર થયે, અંદર નજર ગઈ. લેખાં કોણ લેશે? કેણ દેશે? લેનાર દેનારને અભેદ જણાય. પણ ઘડીઘડીને જવાબ આપ અને લેવે પડશે એમ જણાયું, ચલન કરવાની સાથે હિસાબ રાખવાની જરૂર જણાઈ. ત્યાં તે યાત્રાળુઓને નાદ થયે:
શ્રી મહાવીર સ્વામીની જ્ય—એ અવાજ સાથે પ્રયાણ આદર્યું, નિર્મળ જળ, પ્રભાતને સૂર્યોદય અને શાંત વાતાવરણને છોડી બાંધેલ સડક પર આગળ ચલન કર્યું, આખે વખત “ચલના જરૂર જાકું, તાકું કૈસા સોના નો લય મન પર આવ્યા કર્યા અને તેની સાથે સાથે જ “ભૂલ મત જાના વાળ આખે સંદેશ કર્ણ પર અવાજ કરવા લાગે. અમે આગળ વધ્યા, આખે રસ્તે ચલન ને લેખાં પર વિવેચન સહચારીમાં થયું તે વળી કેઈ અન્ય પ્રસંગે ચીતરશું. જીવનની આ ક્ષણ હજુ સુધી ભૂલી શકાણું નથી, ભૂલાય તેવી નથી, ભૂલતા નથી, ભૂલવાની ભાવના પણ નથી. છે. ધ. પ્ર. પુ. ૩૫. અં. ૧ ) પૃ. ૨૦
સં. ૧૯૦૫