________________
મળેલી ગુમાવેલી તક
[૭] વાર અનતી ચૂકીયા ચેતન;
ઈણ અવસર મત ચૂકે.
શ્રી ચિદાનંદ સુંદર ભાવના ભાવતી વખતે તે અનેક વાર ફરિયાદ કરે છે કે તારી સાધ્ય દષ્ટિ તે ઘણું ઊંચી છે, પણ તારી ભાવનાને અમલમાં મૂકવાની તને તક મળતી નથી; તારે ઘણું ઊંચે ઊડ્ડયન કરવું છે, પણ તારા સંગ તને તેમ કરવા દેતા નથી.” તારી ધન સંબંધી સ્થિતિ સરખાઈવાળી નથી એમ તને લાગે છે, તારા સંબંધીઓ બરાબર રીતે જીવનમાં સ્થિત થયેલા તને લાગતા નથી, તારે માથે પુત્રપુચાદિની જવાબદારી રહેતી હોય એવું તને લાગે છે, તારે જીવનજ્યમાં હજુ ઘણું કરવાનું બાકી રહી ગયું છે એમ તેને લાગે છે, તારે માથે નાની મોટી રકમનું દેવું હોય તે તને સાલ્યા કરે. છે, તારા આજુબાજુના પાડેશીઓની સરખામણીમાં વ્યવહારમાં કે સંપત્તિમાં, એશઆરામમાં કે હવેલી બગિચામાં તું ઘણે પછાત પડી ગયેલ હોય એમ હરીફાઈમાં તને લાગે છે –આવાં આવાં અનેક કારણે તું માની લે છે કે—તારી ભાવના તે ઘણી વિશાળ છે, ઉદાત્ત છે, મહાન છે, ભવ્ય છે, પણ તારી અનુકૂળતાઓ ઓછી હોઈને તને તારી ભાવનાઓ સિદ્ધિ પ્રાપ્ત કરવા દેતી નથી, તને પૂરતી તક મળતી નથી, તેથી જ તું સંસારમાં સબડ્યા કરે છે, નહિ તો તું સંસારથી ઉપર જઈ અત્યારસુધીમાં કયારનોય આમેન્નતિ સાધી શક