________________
२२४
''
સાધ્યને મા જ કારણ તરીકે જણાવતાં શરમાતાં કહી દીધું. મને મનમાં થતું હતું કે આ ડાસાને ૧૦૦ વર્ષ ઉપર ચાલ્યુ, પણુ એ મરતા નથી અને મને ગાદી મળતી નથી. હું આપને રસ્તામાંથી દૂર કરવાની વાત મનમાં વિચારી રહ્યો હતા અને તેની તદખીર રચ્યા કરતા હતા, ત્યાં જાગૃતિનુ આ વૃદ્ધાનું થન સાંભળી મને થયું કે— અરે આટલા વર્ષ નભાવ્યું અને હવે બાપા કેટલું જીવશે ? કાંઈ નહિ, આટલાં વર્ષ તેમની આમ્નાય પાળી છે તેા હવે થાડા વખત નભાવી લેવું, નહિ તેા આટલા વખતની સેવા ધૂળ મળશે. ” આ સાંભળી આખી સભા આશ્ચર્યમૂઢ થઈ ગઈ. રાજસભામાં નગરશેઠના પુત્રની યુવાન સ્ત્રી નવશેશ મૂલ્યવાન હાર આપે એ તેા ભારે અજબ વાત કહેવાય. રાજાએ પૂછ્યું. ” દીકરી ! વગર શરમાયે ખુલાસા કર ! આ શું? ” શ્રીકાન્તા શરમાઈ ગઇ, એટલી ન શકી. અંતે વૃદ્ધ રાજાના અતિ આગ્રહથી ખેાલી “ મારા પતિ ખાર વર્ષથી પરદેશ ગયા છે. અનેક વિરહની રાત્રિએ ગાળી હું કંટાળી ગઈ હતી. આજે આવશે, કાલે આવશે, એમ વિચારતાં મૂઝાતાં મનમાં કેટલાક સારા ખોટા વિચારો કરી રહી હતી. આર વર્ષ સુધી પતિના પલંગની પવિત્રતા જાળવ્યા પછી ખેદ કરનારા મારા મનને ડાશીના કાવ્યે સ્થિર કર્યું. મેં તેના એવા અર્થ જાણ્યા કે ખૂખ જાળવ્યું, હવે તે ફળ બેસવાના વખત આન્યા છે, વિરહુકાળ તૂટવાના સમય આવ્યા છે, ત્યાં કાઈ પ્રમાદસ્ખલના થઈ ન જાય. ’ જાગૃતિના આશ્લેશ્રવણના ઉદ્રેકમાં મને બ્યાન થયું અને મેં હાર આપ્યા. ” તત્રસ્થ મેનીએ શ્રીકાન્તાને અતરથી નમન કર્યું .