________________
૨૪
સાધ્યને માગે
કરતાં નીચેની શ્રેણી આવીને ચાલી ગઇ. આ પ્રાણી અન્યની સાથે વાત કરવા બેસે છે ત્યારે એને ઘણીવાર ઉપયાગ રહેતા નથી. એને એમ લાગેલું કે રાગદ્વેષ ત્યાગ કરવા ચેાગ્ય છે. સામે પીરસનાર મટેટા લાવે એટલે એ કહે આપણે કાઈ ચીજ ઉપર રાગદ્વેષ નથી, જે આવે તે ખાઇએ. આ અતિ પ્રમાદનું, દંભનું, આત્મવચનાનુ વચન છે. તારે ખાવુ જ હાય તા તને ગમે તે કર, પણ વિષને વધાર નિહ. પાપકર્મ બાંધવામાં રેશમની ઢોરીની ગાંઠ ઉપર તેલનુ ટીપું મૂક નહિ. એ ગાંઠ કોઈ દિવસ છેાડવી પડશે ત્યારે નવનેજા પાણી ઉતરશે. મુખના સ્વાદ જરાએ ગયા નથી, કુળધર્મ કે વ્યવહાર કે મર્યાદા ચૂકવામાં શરમ નથી અને વળી ઉપર જતાં મને રાગદ્વેષ નથી' એવી વીતરાગદશા બતાવવાના ફાંફા મારવાની હદ સુધી ચાલ્યા જાય છે! તું કેટલી હદે ઊતરી ગયા છે તે તપાસ. ચાર અથાણાં આવ્યાં—મારે ત્યાગ છે. બે શાક આવ્યાં—મારે એક જ ખપે અને પછી દૂધપાક આબ્યા, ઘારી આવી, પૂરીએ આવી તે ભરપ લીધી, ત્રણવાર ફરી ફરીને એ સર્વ ચીજો લીધી. આમાં તારા ત્યાગ છે કે દેખાવ છે ? કદી વિચાર કંચી છે? ક્યાંસુધી આવી આત્મવચના કરીશ ? એ કોને સારૂં ? અને કયા ભવ સારૂં ? તું આ ખાવાની બાબત નજીવી ન ગણતા. ચારિત્ર ધારણમાં નાની નાની ખાખતાના સરવાળા ઘોા મોટા થાય છે; અને બાહ્ય ત્યાગ તા જરૂરી છે જ, પણ એના કરતાં હાર દરજ્જે વધારે જરૂરી અંતર ત્યાગ—મન ઉપરનો કાબૂ છે. દૂરથી દૂધપાક જોઇ મનમાં ગલગલી લાગવા માંડી જાય અને આંબાના