________________
www
ઝીણી વાતનું આંતર રસને જોઈ મોંમાંથી પાણી છૂટવા માંડે, તે પછી તારે નાની નાની વસ્તુને ત્યાગ શી વિસાતમાં ? અને તે પણ પાસે બેઠેલા સાંભળે તેમ સંભળાવવા ખાતર–મારે ખપે નહિ, એવાં ડફણ તું કયાં સુધી કરીશ? એક મનુષ્ય સાથે ખાવા બેસવાથી તે તેના આખા જીવનપ્રવાહને ખ્યાલ કરી શકાય છે. ખાવાની રીતિ, લેવાની રીતિ, પાછું મૂકવાની રીતિ, સબડકા લેવાની રીતિ, ફરી લેવાની રીતિ અને દરમ્યાન વાતની પદ્ધતિથી આખા મનુષ્યને બહારથી અને અંદરથી ઓળખી શકાય છે. અંતરમાં ઉતર, બાહ્યાભાવ છેડ, દેખાવ છોડ અને દરેક નાની બાબતેના જવાબ આપવાના છે તે વાત કદી વિસાર નહિ. દેખાવ એ માત્ર દેખાવ જ છે અને હૃદયનાં ત્યાગ વંઘ જ છે અને વંદ્ય જ રહેશે. એને આપની જરૂર ન હોય. *
૫
પ્રમુખ સાહેબ ! બહેને અને બંધુઓ ! આવા અધ્યાત્મના ઊંડા વિષયમાં બોલવાની મારી લાયકાત નથી. મેં અત્યારે તમારી પાસે એ વિષયમાં વિવેચન કર્યું તે મારા ગજા બહારની બાબત છે. કયાં આપણા યોગિરાજ અને કયાં હું? આવા વિષયમાં બોલવાની મારી લાયકાત ન હોવા છતાં તમે મને ખૂબ શાંતિથી સાંભળે તે માટે હું ખરેખર તમારે ગણું છું. આપ સર્વ એ અપૂર્વ અધ્યાત્મરસના લેનારા થાઓ તે મારો પ્રયાસ હું સફળ થયે માનીશ.”
આજે “અધ્યાત્મના વિષય પર ભાષણ આપતાં તું આ પ્રમાણે છે? શા માટે ? આવી પૂર્ણાહુત્તિ