________________
૨૯૬
સાધ્યને માગે કરવાને આશય શું હતો? એની પછવાડે કયું માનસ રમતું હતું? તું જરા ખૂબ ઊંડે ઊતરી તપાસ કર અને તારા હૃદયનાં પૂણના ભાગ તપાસ. તું એમ ધારે છે કે એમ બાલવામાં તારી નમ્રતા હતી. વિચાર કે તને અંદરથી કે એષશું હતી? પ્રશંસામાં સાંભળવું હતું કે ભાઈઓ! આ કામમાં અંગ્રેજી ભણેલા ધર્મસંસ્કારથી રહિત થઈ જાય છે એ આક્ષેપ છેટે છે! તારે સાંભળવું હતું કે આપ ભાઈશ્રી ખરા અધ્યાત્મના રંગમાં રંગાયેલા છે! તારે સાંભળવું હતું કે ભાષણ બહુ સચેટ, ભાષા માર્મિક લક્ષ્ય બદ્ધ અને હકીકત રજુ કરવાની પદ્ધતિ સર્વોત્કૃષ્ટ હતા! તારે તારી ગિરાજ સાથે સરખામણી કરવાની ભ્રમણ હતી! અન્યને અધ્યાત્મરસનાં સ્વાદ લેનારા કરવાના આગ્રહની ભીતરમાં તું પિતે તે એ રસથી લદબદ છે એમ જાહેર કરવાની તારી વૃત્તિ હતી! તારે પ્રશંસા ભારેભાર જોઈતી હતી! તારે તાળીઓના ગડગડાટ સાંભળવા હતા અને તારે પિતાને અધ્યાત્મી તરીકે જાહેર કરવું હતું! જે તને એક વાત કહું ઘણી વખત મારે માન જોઈતું નથી અથવા હું માનને યોગ્ય નથી એમ કહેવું એ પણ માન છે. આ વાત માનસ વિદ્યાના ઊંડાણમાં ઊતરી સમજવા જેવી છે. પિતાની જાતને છેતરવા જેવું પાપ નથી અને તેથી પણ વધારે નમ્રતા બતાવવા દ્વારા માનની અભિલાષા જેવી તુછતા નથી. આપણામાં ન હોય તેવી વાતે બલીએ કે લખીએ તેથી કાંઈ નિસ્તાર નથી અને એમાં ઈતિક્તવ્યતા પણ નથી. ઉચ્ચ જીવન તે જીવવાં જેવાં છે. એમાં દેખાવ ન હોય, એમાં રાગડા ન હોય, એમાં ગીતડાં ન હોય અને