________________
કુદરતના ન્યાયની વિચિત્રતા
૩૧
સુમુક્ષુઃ— અત્યારે તે દરેક મીલવાળા પેાતાની મુંડીથી પણ વર્ષમાં એવડું રળે છે અને વહેંચણી પણ મેાટી આપે છે, એમ તા અમે પણ દૂર બેઠા બેઠા જાણીએ છીએ.’ વકીલઃ— એ તદ્દન ખરી વાત છે. અત્યારે દરેક મીલવાળા રીઝર્વ ફૅડ એવું કરશે કે સેા વર્ષ સુધી કાઈ મીલને આંચ આવે નહિ એવી વાતે થાય છે. ખરેખર, મને તા કુદરતમાં ન્યાય જેવું લાગતું નથી. જે અસહકારના લાભ લઇ ફાલે કુલે છે તેની જ તેઓ મશ્કરી કરે છે અને છતાં વધતા જાય છે એ વાતના ઘાટ કેમ બેસે ? ?
મુમુક્ષુઃ— એમાં મુંઝાવા જેવું નથી. કુદરત એ રીતે જ માર મારે છે. કુદરતને માર મારવાના રસ્તા તદ્ન જૂદા જ પ્રકારના હોય છે. એના માર્ગ ગહન છે, લાંખા છે, પણ ચાક્કસ છે. અહ્વાની લાકડીના અવાજ નથી,' પણ એ વાગ્યા વગર રહેતી નથી. માત્ર વાગે ત્યારે આ ક્યા ગુન્હાની સજા થાય છે એ તે ખેલી બતાવતી નથી, પણ શાણા હાય તે સમજી જાય છે.
6
• કુદરત કેવી રીતે કામ કરે છે અને તેના ન્યાય કેવે પ્રકારે અને કેટલે વખતે થાય છે અને તેની પદ્ધતિ કેવી હાય છે તે સ ખ ધમાં મહાભારતમાં મે એક કથા વાંચી હતી તેના સાર કહી સંભળાવું એટલે તમને ગૂંચ થઈ છે તે હું
ધારૂં છું કે નીકળી જશે.
વકીલ:
.
"
એ વાત જરૂર કહેા. પછી કાંઈ ચર્ચા કરવા જેવું રહેશે તે હું આપને કહીશ. મીલવાળાનો મુદ્દો ધ્યાનમાં રાખી વાર્તા કરશે.’ સુમુક્ષુઃ— સાંભળે: