________________
સાધ્યને માગે
ભૂલ્યા! આખો રસ્તે જ અવળે લીધે. વારંવાર બાજીઓ શેઠવી અને ઉપાડી, માંડી અને સંકેલી, પણ દરેક વખતે મોટે ભાગે ભૂલ્યા! બાજી માંડતા પણ ન આવડી અને સંકેલતાં પણ ન આવડી. આખી રમત બેટી માંડી અને આખરે. હારેલા જુગારીની માફક ભગ્ન હૃદયે પિતાની માનેલી સર્વ ચીજો અને વસ્તુઓ મૂકી રમતની જગ્યા છોડી ચાલ્યા ગયા અને આવું એક વાર નહિ, પણ અનેક વાર થયું, પાંચ પચાસ વાર નહિ, પણ અનંતી વાર થયું. ભૂતકાળમાં નજર નાખી તે કાંઈ છેડે જ દેખાય નહિ.
માત્ર અનુમાનથી જણાય કે અનેકવાર ખેલ ખેલ્યા અને આખરે હારી, બધું મૂકી દઈ, નાગા થઈ, ઉઘાડે હાથેખાલી હાથે ઉપડી ગયા. આમ તે મુંઝવણ વધતી જ ચાલી; પણ બાજીનું માંડવું અને હારીને ઉપડી જવું એ સિવાય કાંઈ દેખાય જ નહિ, કાંઈ વિચાર દષ્ટિમાં આવે જ નહિ, કાંઈ નવીનતા ખ્યાલમાં આવે જ નહિ.
કંઈક બાજીઓ મેટા પાયા પર પણ માંડી હશે ! કંઈક વાર મેટી ધમાલ કરી હશે! કંઈક વાર વાહ વાહ કિરાવી હશે! કંઈક વાર મેટા રાજ્યના માલેક થયા હશું! ખમા ખમા કિરાવી હશે ! પાણી માગતાં દૂધ મળ્યાં હશે! પણ આખરે બાજી સંકેલતી વખતે એમાંનું કાંઈ મળે નહિ ! ઈ દ્રજાળની રમત જેમ બધું ખલાસ! અને આપણે તે પાછા ચક્કરમાં
જ્યાંના ત્યાં. કોઈ વાર શેઠ શાહુકાર થયા, વ્યાપારની ધમાલે કરી, લાખ કરોડની ઉથલપાથલ કરી, ચાકરે પર હુકમ ક્ય, પણ આખરે ખલાસ! બાજી ઉપાડી અને બધું વિસરાળ ! કેટલીક વાર નાની બાજીઓ માંડી, કેટલીક વાર હારની જ બાજ