________________
૫૫
ભૂલ્યો બાજી માંડી, કેટલીક વાર આનંદની, કેટલીક વાર શોકની, કેટલીક વાર સંગની, કેટલીક વાર વિયેગની-કાંઈક કાંઈક કર્યું જણાય છે, પણ આખરે બાજી સંકેલી, અને વાતમાં કાંઈ માલ નહિ. ત્યારે સાચી બાજ તે માંડેલી જ નહિ કે માંડવાનો પ્રયત્ન
જ રિલ જ નહિ. આ તે અગાઉની ભાર કે
અત્યારે પણ શું ? આ તે અગાઉની ભૂલ ચાલુ જ છે, જરા પણ પસ્તાવા વગર કે સંકેચ વગર, ઉશ્કેરણી વગર કે સ્થિરતા વગર એજ આકારની બાજી ખેલાયા કરે છે અને તેમાં તાદાભ્ય ભાવે આગળ વધાય છે. ત્યારે શું આ વખતે પણ બાજી ભૂલાશે અને એને એજ હાલ રહેશે? અરે અત્યાર સુધી તે એક પણ વાત “સાજી કે સીધી જણાતી નથી, પણ એ ને એજ વાત ચાલુ રહેશે કે કાંઈ ફેરફાર થશે? શુંચ વધતી જ ચાલી અને એજ માગે વિચારણું આગળ વધી.
આમાં કાંઈ ટેકે? કાંઈ આધાર? કે આવીને આવી જ વાત કરવાની છે! સમજણને સાર શું ? વાંચ્યા વિચાર્યાનું પરિણામ શું? વધારે વધારે ગૂંચ ઉભી થતી જણાઈ ઉપર નીચે અને અંદર જતાં સાજી વાત એક પણ દેખાણી નહિ. ઉપર ઉપરના મેહના આવિર્ભા અને ધમાલ કરતાં વિશેષ કાંઈ દેખાયું નહિ અને લોકાચાર અને દ્વેષણ સિવાય કાંઈ ખાસ સવિશેષતા દેખાણું નહિ.
પાછો પ્રભાતને ભાવ ચિત્રપટ પર ખડે થયે અને તેની સાથે શ્રીપાળ રાજાને રાસ નાનપણમાં સેંકડે સ્ત્રીઓ વચ્ચે માતુશ્રીને ધર્મવિનોદ કરાવવા વાંચેલે તે યાદ આવ્યું. રાજસભામાં સુરસુંદરી અને મયણાસુંદરી આવ્યા છે, પિતા અભ્યાસની પરીક્ષા કરે છે, સુરસુંદરી અભિમાનમાં