________________
જીતની બાજી હાર મા
રર૭ આપે હવે તે મનમાં સમજી ગયા, પણ કેઈએ રાણીને એ સંબંધી સવાલ પૂછવાની હિંમત ન કરી.
સુંદર નૃત્ય અને ગાન થઈ રહ્યા પછી આ બનાવ બન્યું. તે પર ટીકા કરતાં લોકો ધીમે ધીમે વીખરાઈ ગયા. તેઓએ સાંભળ્યું કે –“ક્ષુલ્લક રાજપુત્ર ગુરુ પાસે જઈ ફરીથી ચારિત્રસંપન્ન થયા અને મક્કમપણે બાહ્ય તેમજ અંતરથી વિશિષ્ટ સદ્વર્તનના રસના ઘૂંટડા પીવા લાગ્યો.”
ઘણુ મનુષ્યના સબંધમાં આ માનસદશા પ્રાપ્ત થાય છે. ઘણું ઘણું જાળવ્યા પછી છેક છેવટને વખતે જ્યારે સર્વ વાતનું ફળ બેસવાનો વખત આવે છે ત્યારે કેઈપણ પ્રકારની તાત્કાલિક લાલચને વશ થઇ પ્રાણી જીતેલ બાજી હારી બેસે છે, કરેલ ઉપકાર વિસારે પાડી દે છે, કર્તવ્યભાનથી વિમુખ થાય છે, કરેલ નિશ્ચયે પર પાણી ફેરવે છે, આદર્શોને કડી નાખે છે અને સર્વ આંતર તેજ અને હૃદયબળને દાબી દઈ ઊંડા કૂવામાં પોતાની જાતને ફેંકી દે છે. પછી તે એને જણાય છે કે એ તે લાકડાના લાડવા હતા અને એમાં કશે માલ નહેતા, પણ ઉલટ કચવાટ હતે; પરંતુ એ જ્ઞાન એટલું મોડું થાય છે કે તે વખતે પાછાં પગલાં ભરવાને સમય રહેતું નથી, અને માર્ગ દેખાય તે પણ તેમ કરવા જેટલી માનસિક તાકાત રહેતી નથી.
આવા ક્ષુલ્લક કારણે વર્ષો સુધી કરેલ સેવા, ઉપજાવેલ. કાર્ય કે સંયમ અથવા ત્યાગ પર પાણી ફેરવી આખર અવસ્થાએ છૂટી જાય છે અને એ વખતે એના મનમાં જે સામસામાં પ્રચંડ વાયરા આવે છે તેનું તેફાન જોયું હોય તો એનું વર્ણન કરવું મુશ્કેલ પડે અને જ્યારે એ ઊધે પાટીએ બેસી