________________
^
^^^^^
,
"* *** *** ..*
આત્મમંથન
૧૧૧ પ્રસંગે તેના સ્મરણપથમાં આવી ગયા, પણ એથી તેની મૂંઝવણમાં વધારે થયે. - લગભગ અધ ઘંટા સુધી પોતાના જીવનના અનેક બનાવે એના સ્મરણપટ પર આવી ગયા ત્યાં તે આકાશમાં તારાઓનું દર્શન થયું, ચોતરફ અખંડ શાંતિ પ્રસરી રહી, પક્ષીઓ ઊડતાં બંધ થઈ ગયાં અને શાંત આ છો અંધકાર ચારે તરફ વ્યાપી ગયે. નદીના બીજા છેડાથી દૂર સમીપમાં ચંદ્ર દેખાયે. અવ્યવસ્થિત વિચારદશામાં એવી રીતે બીજે અબ્ધ ઘટો પસાર થઈ ગયે.
પુખ્ત વયના એ પુરુષને હવે પૂર જેસમાં વિચારે આવવા લાગ્યા. બહુ ખાધું, બહુ પીધું, બહુ હાણ્યા, બહુ માણ્યા, બહુ ફર્યા, ઘણું જોયું, અનેક આવ્યા, અનેક ગયા. પણ આ બધું શું? કોને માટે? એને છેડે ક્યાં? એ
ક્યાંથી વળગ્યા? એ કયારે આવ્યા ? એ શું થયું ? એનું પરિણામ શું? એ વિચારની સાથે એ અનંત આકાશ ઉપર જોઈ રહ્યો અને બુદ્ધિમાંથી એક પણ પ્રશ્નનો જવાબ મળે નહિ, એ વધારે મુંઝાયે. આજુબાજુની શાંતિ વધારે થતી ગઈ તેમ એને ઉકળાટ વધતે ચાલે, એનું મસ્તક જાણે ફરતું હોય એવી સૂમ–તીક્ષ્ણ વેદના એને થવા માંડી.
દુનિયાની નજરે એકંદરે ઘણી ફતેહમદ જિંદગી કહેવાય એવી સ્થિતિના એ પુરુષની મનોદશા અત્યારે અસરંગી થઈ પડી. એને થયું કે આ તે દુનિયાના પ્રવાહમાં પોતે બહુ દૂર ઘસડાઈ ગયે છે, પૂર વધતું જાય છે, પોતે દરિયા તરફ જતે જાય છે અને જેમ જેમ પોતે પ્રવાહ ઉપર આવવાના ફિફા મારે છે તેમ તેમ એ વધારે વધારે ઘસડાતું જાય છે.