SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેંદ્રપૂજા એ પદને સુંદર ધ્વનિ હૃદયવીણમાંથી ઊઠયે તે વખતે હૃદયમાં ખરેખર ભાસ્યું કે આ સંસારની બેડી અત્યારથી નાશ પામી. અહાહા ! શું દિવ્ય સ્થાન ! શો અનુભવ! જેઓ મૂર્તિપૂજા વિરુદ્ધ હોય તેઓ ભલે હસે, અથવા ગમે તેમ બેલે, પણ આ અલૈકિક આનંદ–દુ:ખમય જીવિતવ્યમાં આ સુખની રેષા–પ્રેમમય જીવનની હદ છે. હૃદયના એકતાનથી અષ્ટાપદ પર ગાન કરતાં રાવણે તીર્થકર નામકર્મ કેવી રીતે બાંધ્યું તેને જરા ખ્યાલ આવ્યા અને મૂર્તિપૂજાનું પુષ્ટ આલંબનત્વ અનુભવગેચર થયું. એક વાર મૂર્તિ સન્મુખ જુઓ, આંખ મીચે, મનમાં તે જ મૂર્તિનું ધ્યાન કરે, તેવી જ મૂર્તિ ક, ફરી આંખ ઊઘાડે, મતિમાં સ્થાપિત ગુણે બોલી જાએ, આંખ બંધ કરે, મૂર્તિને કે, ગુણેને ક, મૂર્તિને ભૂલી જાઓ અને ગુણેને કો અને તેના પર એકાગ્રતા કરો. આ જ કર્તવ્ય અને મોક્ષસાધનને સરસ ઉપાય. કલ્પનાશકિતને આટલી હદ સુધી લઈ ગયા પછી એક બાબત પર જરા ધ્યાન આપવાની જરૂર છે. જેઓ સ્થાનકવાસીઓ મૂર્તિપૂજા વિરુદ્ધ છે એમ માને છે તેઓ રહસ્ય સમજ્યા નથી. સ્થાનકવાસીઓ મૂર્તિપૂજા વિરુદ્ધ કદી પણ હોઈ શકે જ નહિ, કારણ કે તેઓ બહુ પ્રકારે મૂર્તિપૂજા માનનારા છે. ઘણાં કારણોમાંનું એક કારણ એ છે કે તેઓ શાશ્વતી પ્રતિમા માનવાની હા કહે છે. હવે સહજ દષ્ટિથી જણાશે કે શાશ્વતી પ્રતિમા એ પણ પ્રતિમા જ છે, તેથી તેઓ મૂર્તિપૂજા વિરુદ્ધ તે છે જ નહિ.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy