________________
www
સાધ્યને માગે ભરવા માંડ્યું. વચ્ચે વચ્ચે ગુલાબ મૂળે, પડખે મેગર અને છેડા પર લીલે ચંપે અને બીજે છેડે પીળે ચંપો, વચ્ચે વચ્ચે સેવતી અને તરફ મગરે મૂક્યું. પછી પ્રભુસન્મુખ આવી, શુદ્ધ જળથી ખુવણ કરી, સુવર્ણપત્રથી આંગી કરી, પરઘર ચઢાવી, મુગુટમાં અને પ્રભુશરીર પર પુષ્પ ચઢાવ્યાં. શેભતી જાએ, વર્ણવ્યવસ્થા અને જાતિકમવાર ઉપર, નીચે અને પડખે પુષ્પઘટા કરી દીધી. આ વખતે પ્રભુ શરીરની કાંતિ અજબ બની રહી. ધૂપ વિગેરે પૂજા કરી પ્રભુ પાસે બે મેટી દીવી પર તિમય દીવા કર્યા અને બે નાની બાજોઠી પર બે બીજા દીવા કર્યા. આ દીવાની તિ, પ્રભુની કાંતિ અને પુષ્પ તેમજ અત્તરને મઘમઘાટ–સર્વની એકાગ્રતા થઈ. દેરાસરમાં તદ્દન શાંતિ હતી. પ્રભુસમુખ બેસી, સ્વસ્તિક કરી, ફળ નૈવેદ્ય ધરી, શાંત અને એકાગ્ર ચિત્ત કરી ગાન કરવા માંડ્યું: પ્રીતલડી બંધાણી રે, અજિત જિણું શું પ્રભુ પાખે ઘડી એકે મન ન મુકાય છે.
on
કરુણુંધક કીધી રે સેવક ઉપરે; ભવ ભય ભાવઠ ભાંગી ભકિત પ્રભન્ન જે.
સુસ્વર સાથે ધીમેથી જેમ જેમ આ અવાજ ચાલ્યા તેમ તેમ હૃદયમાં ભેદ થવા લાગ્યું. અને જે વખતે—
તારતા તુજમાંહી રે શ્રવણે સાંભળી એ પદ ગાયા પછી– * ભવભય ભાવઠ ભાંગી –