________________
wwwwwwww
ww
સાધ્યને માગે હવે સવાલ બાકી એ જ રહ્યો કે મૂર્તિ કેવી માનવી અને તેને સામગ્રી કેવી રાખી શકાય? આ બાબતમાં જે મતભેદ છે તે મૂળ હકીક્તનું સ્પષ્ટ ભાન ન હેવાથી થયેલ છે. જે લોકો કઈ પણ એક પ્રકારની મૂર્તિ સ્વીકારતા હોય તેઓ પછી મૂર્તિપૂજા વિરુદ્ધ હોવાને દાવ કરી શકે નહિ. જ્યાં પરમાત્મપણાને આરોપ કરે છે ત્યાં પછી આરેપિત વસ્તુની શાશ્વતતા અશાશ્વતતાને સંબંધ જે ઉપયુક્ત નથી. આરેપિત પદાર્થ આરોપને રોગ્ય, ચિરસ્થાયી, પરમાત્મગુણનું ભાન કરાવનાર અને પ્રમાદ કરાવે તેવો નિર્મળ જોઈએ; પરંતુ આવી વ્યવસ્થા વિગેરેની સામાન્ય હકીક્ત પરથી મૂર્તિપૂજા વિરુદ્ધ વિચારે બતાવવાની જે હિમત કરવામાં આવે છે તે તદ્દન અસ્થાને છે, અગ્ય છે, અને વસ્તુસ્થિતિના જ્ઞાન અને જનસ્વભાવના અવલોકનની ગેરહાજરી બતાવે છે. ધર્મને ભાસ રહેવા ખાતર પણ અનાદિસિદ્ધ મૂર્તિપૂજાની ખાસ જરૂર છે.
વળી બીજી બધી દલીલ કરતાં એક વાત આ જમાનામાં બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ સમય બહુ અગત્યનું છે. અત્યારે પશ્ચિમાત્ય વિચાર સાથે પૂર્વના અને લાંબા વખતથી ચાલતા આવેલા જૂના વિચારોનું સંઘટ્ટન થાય છે. આ વખતે જે વિદ્વાનેના હાથમાં ધર્મનું સુકાન હોય, તેઓએ ધર્મના અવલંબન જેવા લાગતાં સર્વ સાધનને મજબૂત બનાવી દેવાની બહુ જરૂર છે. અત્યારે ધર્મને આભાસ વધારે દેખાય છે, પણ જેઓ શાંતિથી એકાંતે વિચાર કરતા હશે તે જોઈ શકશે કે મૂળ પાયા ખવાઈ જતા જાય છે. આ પાયાને મજબૂત કરવાની બહુ