________________
w
miwamoamnamonowo
જિદ્રપૂજા જરૂર છે. આવતા જમાનામાં ધર્મભાવના અને સંસારભાવનાને મજબૂત લડાઈ થવાની છે, અને તે પ્રસંગે જે ધર્મનાં સાધને લૂલાં થઈ ગયાં હશે તે ધર્મને ડકે વાગતે અટકી જશે અથવા બહુ અસ્પષ્ટ ધ્વનિ કરશે. અત્યારે પણ અવાજ મંદ થતો જાય છે. પંચમ કાળમાં ધર્મના સાધનો પૈકી શાસ્ત્રાનુસાર જૈન દ્રવ્યાનુયોગનાં સ્પષ્ટીકરણ (Exposition) વિગેરેની જેટલી જરૂર છે તેટલી જ જરૂર મૂર્તિપૂજાની છે. કારણ આ કાળમાં આ બેને જ આધાર છે. અમારા જૈન ભાઈઓને કહેવાની જરૂર છે કે આવાં સાધનને મંદ પાડવામાં કર્તવ્ય સૂકાય છે એ જોઈ લેવાનું છે. જ્યારે પક્ષભેદ અને આગ્રહ છેડી આ બાબત પર વિચાર કરવામાં આવશે ત્યારે ઉપરની સાદી દલીલની આવશ્યક્તા સમજી શકાશે.
મૂર્તિપૂજાની જરૂર છે એમ જોયા પછી પૂજાના પ્રકાર પર વિચાર કરીએ. પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. દ્રવ્યપૂજામાં ઉત્તમ પદાર્થો મેળવી પ્રભુસન્મુખ ધરવા. દ્રવ્યપૂજા કરતી વખત બાહ્ય શુદ્ધિ બહુ સારી રાખવી. આચાર અને વિચારને બહુ નજીકને સંબંધ છે. બાહ્ય શુદ્ધિ વગર મનમાં પ્રેમ પણ આવતા નથી, માટે શાસ્ત્રમાં બતાવેલી રીતિ પ્રમાણે ન્હાઈ, સ્વચ્છ થઈ, શુદ્ધ વસ્ત્ર પહેરી, અષ્ટ, સત્તર, એકવીસ પ્રકારી પૂજા કરવી. પૂજા દરમ્યાન અંતરદષ્ટિ ભાવના તરફ રાખવી. દરેક પૂજા વખતે અમુક અમુક અવસ્થા ભાવવાની છે તે ભાવવી અને પ્રભુ જેવા થવાની ઈચ્છા રાખવી. પરમાત્મસેવાનું ફળ એ છે કે બરાબર એકતાન થાય કે આ જીવ પરમાત્મસ્વરૂપ થઈ જાય છે.
ભાવપૂજામાં પ્રભુની સિદ્ધ અવસ્થા ભાવવી; આ આત્માને