________________
તપ્ત વાતાવરણમાં અપૂર્વ શાંતિ
૧૭૭
ગાનની લયમાં એ પરમાતમ પૂરણકળા એ શબ્દ પચીશ પચાસ વાર બેલ્યા હશે, ત્યાં એને અંતરમાં રઢ લાગી, અંતરમાંથી કાંઈ ધ્વનિ થતું હોય એવી એને કલ્પના થઈ અને સંસારના સર્વ ભાવ તરફ જાણે પિતાને કાંઈક ઉદાસવૃત્તિ હોય અને પોતે જાણે તેને નિરપેક્ષ કે સાપેક્ષ જેનારે હેય અને પોતે ઊંચે રહીને એને માત્ર જોઈ રહેતો જ હોય એમ તે થોડે વખત અનુભવવા લાગે. એ ભ્રમ હતું કે સત્ય અનુભવ હતું તે વિચારવાને તેને અવકાશ પણ નહતો અને તે વખતે એ પ્રસંગ પણ નહોતે. એને તે દુનિયાની જંજાળ, એની ધમાલ, એનું આકર્ષકપણું, એનું પરિણામે નિરસપણું, એની શુષ્કતા અને તેની સાથે જ એનાં દુખે, દર્દો, હાનીઓ, ધમાલ અને અર્થ વગરની દોડાદેડી, આનંદ વગરની રસગૃદ્ધિ, દમ વગરના ઓડકારે, પરિણામ વગરના રસસ્ત્ર અને અંતર વગરની ઊર્મિઓમાં કાંઈક વિચિત્રતા, કાઈક નવીનતા, કાંઈક ધૃષ્ટતા, કંઈક મંદતા અને કાંઈક દરિદ્રતા દેખાવા લાગ્યા; પણ એને હજુ એક વાતની સ્પષ્ટતા થતી નહોતી, એકે બાબતને સ્પષ્ટ વિચાર આવતે નહોતે માત્ર એને અંદરથી કોઈ પ્રેરણા થતી હતી, પણ તે શું હતું તે કાંઈ તે સમજી શક્તો નહોતે.
બહાર સફેદ અંધકાર વધતા જતા હતા, ઠંડક વધતી જતી હતી અને મંદિરની નિરવ શાંતિ અભંગ ચાલી જતી હતી, એટલે એને અંતરનાદ વધે, એને કાંઈક આત્મસાક્ષાત્કાર થતો હોય એમ તેને લાગ્યું, એને અંતરાત્મદશામાં અવ્યાબાધ સુખ, અને પરમાત્મદશામાં કદી નહીં અનુભવેલી 12