SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સાધ્યને મા ઝુકાવ્યું અને એ બાળબ્રહ્મચારિણી સતીને નમી ગયા. આ વિચારણા લગભગ પાંચેક મિનિટ ચાલી હશે ત્યાં એનાં મનમાં ગાન ચાલ્યું અને તેણે નીચે પ્રમાણે સ્તવના શરૂ કરી:— પરભાતમ પૂરણ કેળા, પૂરણ ગુણ હો રે પૂર જન આશ; પૂરણ દૃષ્ટિ નીહાળીએ. ચિત્ત ધરીએ હા હમચી અરદાસ. ધુરંધર યાગી ( કપૂરચ'દજી ચિદાન દજી )એ એજ સ્થાનમાં ગાયેલા આ મસ્ત હૃદયનાં કવને એ ખેલતા જ ગયા, અને ખેલતા ગયા તેમ તેમ ઊડાઊતરતા ગયા. પરમાતમ પૂર્ણ કળા” એ શબ્દમાં કાંઈ અજમ ચમત્કાર લાગ્યા, એટલે વારવાર એ શબ્દો એટલતા જાય તેમ અંદર વધારે ને વધારે ઊતરતા જાય. પરમાત્મા કાણુ ? ક્યારે થયા ? કેમ થયા ? એ તેને વિચારવું પડે તેમ નહેાતું. અહિરાત્મ દશા, અંતરાત્મ દશા અને છેવટ પ્રાપ્ત થતી પરમાત્મદશા સબંધી શાસ્ત્રમાં એ ઘણું વાંચી ગયા હતા. બાહ્યભાવ પરભાવમાં રમણુતા એ હિરાત્મભાવ હતા, એમ પણ એણે વાંચ્યું હતું. એ અને દશાથી અતીત પરમાત્મદશાના અંદરથી અનુભવ થયેલે નહિ, માત્ર પુસ્તકજ્ઞાન હતું, છતાં અને એ વાત ગમતી હતી. અત્યારે તે એને પરમાતમ અને પૂરણકળા એ શબ્દો પર જ રઢ લાગી હતી અને એ દશામાં થતી સ્થિતિને વિચાર કરવાને બદલે એ એ રાખ્ત પર જ મેહી ગયા, તેના પર વારી ગયા, તેમાં લીન થઈ ગયા.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy