________________
^
૧૭૮
સાધ્યને માગે અકથ્ય શાંતિ અને સ્થિરતા જણાયાં, પરંતુ એને અંતર જાપ ચાલુ જ રહ્યો. એને પરમાતમ પૂરણકળા શબ્દમાં જ સવિશેષ ચમત્કાર લાગે, એમાં પદલાલિત્ય ભાસ્યું અને એ શબ્દો બોલતાં જ જાણે કાંઈ અજબ સ્થિતિ અને શાંતિ અંદરથી થતી હોય તેમ તેને જણાયું. એણે તે પરમાતમ પૂરણ કળાને જાપ જ આદર્યો. ફરી બે વાર, દશ વાર, પચીસ વાર અનેક વાર એ શબ્દો અંતરના આદેશથી કે પ્રેરણાથી એ બોલી ગયે અને બેલતાં બોલતાં એ જાણે શબ્દમાં જ લયલીન થઈ જતે હેય, એને મન આખી દુનિયા એ શબ્દમાં જ આવી જતી હોય એમ એ ક્ષણભર અનુભવવા લાગ્યા. પણ એ
ગની કઈ સ્થિતિ હતી, એના મનના ભ્રમ હતા કે વ્યાધિગ્રસ્ત સંસારીજીવનના વમનદશા વખતના સામા ધસારા હતા એની કાંઈ પણ ચોખવટ એના માનસમાં થઈ નહિ.
એ સમયે કે પૂરણ કળા એ શબ્દ અહીં કળાવિધાન–આર્ટ (Art) શબ્દના પર્યાયવાચીનહોતા, પણ ચંદ્રની
સ્નાના અર્થમાં તેને ઉપયોગ થાય છે તે દશાવનાર હતા. જ્યારે ચંદ્ર પૂર્ણિમાને દિવસે આખો ઊગે છે ત્યારે એ સેળ કળા પૂર્ણ ચંદ્ર કહેવાય છે. ચંદ્રના સોળમાં ભાગને એક કળા કહેવામાં આવે છે. સંપૂર્ણ કળા સાથે શરદપૂનમને ચંદ્ર ઊગ્યા હોય ત્યારે તે જે શક્તિ આપે છે, જે આનંદ ફેલાવે છે, તેને એણે ગત શરદપૂનમે અનુભવ કર્યો હતો. એવા પૂર્ણ કળાવાળા ચંદ્રની શાન્તિ વખતે જગતમાં જે આનંદ અનુભવાય છે તેની સરખામણી એણે સૌરાષ્ટ્રના ઉનાળાના સૂર્યના તાપ સાથે બે દિવસ પહેલાં જ કરી હતી. અત્યારે ચોતરફ ઘેરાયલી ઠંડી શાતિ અને સફેદ અંધફાર