________________
પ્ત વાતાવરણમાં અપૂર્વ શાંતિ
૧૯ વચ્ચે એના મનમાં પરમાત્મા રૂપી ચંદ્ર સોળ કળા યુક્ત ઊગી એના આંતર જગતને શાંતિ આપી રહ્યો હતો. પરમાત્મ દશાના ઉચ્ચ ગ્રાહાની એની ભવ્ય કલ્પના અત્યારે એને શાંતિ આપી રહી હતી અને એનાં હૃદયમંદિરમાં પરમાત્મ પૂરણ કળાનો એક જાતને અજપાજાપ ચાલ્યો હતે. . સંસારના અનેક રસોને એણે આસ્વાદ કર્યો હતે. એને ધંધે એવા પ્રકારને હતો કે એ નિર્લેપ રહી અનેક પ્રકારના સંગમાં માનસિક પરિવર્તને કેવાં થાય છે એને એ અનુભવ કરી રહ્યો હતે. દુનિયાના અનેક દગા, ફટકા, અસત્ય, અપ્રમાણિક્તા, દંભ, આત્મશ્લાઘા, આત્મવંચના અને ધમાધમે કેવાં હોય છે, બહારથી ગૃહસ્થ દેખાતાં મનુષ્યનાં હૃદયે કેવાં હોય છે, ઉચ્ચ પ્રમાણિકપણુના આદર્શ નમૂના કેવા હોય છે–વિગેરે બાહા અને અંતરંગનાં વર્તનને અભ્યાસ કરવાના એને ઠીકઠીક પ્રસંગો પ્રાપ્ત થયા હતા અને દુનિયામાં એ પાઠ ભજવ્યા વગર સર્વ ભાવે વિભાવે અને ફેરફારે એ જોઈ શક્યું હતું, પણ આજે જે અનુભવ થયે તે કઈ તદ્દન નવા પ્રકારને હતો, નવી જાતિને હતો અને અનેક ઉચ્ચ ગ્રાહોથી ભરપૂર હતે.
એને પરમાત્મદશા દૂર લાગી, એ દશા અત્યારે તે એને સેંકડે માઈલ છેટી જણાઈ, પણ ત્યાં જવાના માર્ગો હોઈ શકે છે એમ તેને લાગ્યું. એ પિતે એ માર્ગ તરફ નહોતે એમ એને પાછા ફરતાં જણાયું, પણ એ માર્ગ, મીઠે ખ્યાલ એના અંતર પર જરૂર રહી જશે એમ તેને રસાસ્વાદની નજરે કઈક લાગ્યું ખરું, પરંતુ પરમાત્મદશાએ