________________
સાધ્યને માગે પહોંચાડવા માટે અંતરદશામાંથી જ એને રસ્તા દેખાયા. એને દેખાયું કે પ્રથમ બહારથી અંદર જવાય
ત્યારે જ રસ્તો જડે તેમ છે. બહાર ગમે તેટલી દેડાદેડી કરવામાં આવે એમાં કોઈ પણ વળે તેમ નથી, એ એ સ્પષ્ટ જોઈ શક્યું. એણે જોયું કે બહાર તે અહીંથી દે ત્યાં જઈએ, તે પાછા ત્યાંથી બીજે ધક્કા ખાઈએ છીએ, કોઈ ઠેકાણું ઉપર ઉપરથી સારાં અને કઈ ખરાબ, પણ બધી ઉપર ઉપરની જ દોડાદોડ તેને લાગી. પણ અંતરમાં ઊતરી જવાય તે પછી જ પરમાત્મદશાના રસ્તા જડે તેમ છે એ એને બરાબર દેખાયું. દૂરનું સાધ્ય છે. દેખાયું, પણ એના રૅસ્તા ઉપરઉપરના માર્ગમાં તો એક પણ નથી એ પણ સાથે જ દેખાયું.
વળી એણે જોયું કે બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલે ધનનો વ્યય કરવામાં આવે કે તપ તપવામાં આવે, આ મીંચી પડી રહેવામાં આવે કે માનેલ ધર્મની ક્રિયાઓ કરવામાં આવે, એ સર્વમાં સારાં કે ખરાબ ઠેકાણું મળે છે પણ એમાં અંદર જવાને માર્ગ નથી અને તે ન હોઈ પરમાત્મદશાની વાત તે તેને માટે છે જ નહિ. અંદર ઊતસ્વા માટે એણે ત્યાં લીફટ ઈએસ્કેલેટર જોયાં, ઢળાવે જેયા અને રસ્તા પણ જોયા, પણ એણે સાથે જોઈ લીધું કે દોડાદોડ કરતી હનિયા એ માર્ગ પાસે આવતી જ નથી અને આવે તે એને વટાવી દૂર ચાલી જાય છે. એને ઉપરઉપરના રસ્તા પર કરડે પ્રાણુઓ જતા લાગ્યા ત્યારે નીચેના સ્વયં પ્રકાશવાળા માગે જવાના રસ્તા મેળવનાર પ્રમાણમાં બહુ થોડા પ્રાણુઓ ૧ વીજળીથી સતત ચાલુ રહેતા દાદરા.