________________
^^^
, ,,,www /
v
v
/wV
સાધ્યને માગે પ્રેમ જેવું લાગે છે, પિતાના સ્નેહી કે સંબંધીને તે સંબંધી વાત કરવામાં રસ પડે છે, પછી કાંઈ નહિ. બરાબર વિચાર કરવાથી આ વાતને ખ્યાલ આવી શકશે. ત્યારે સ્થળ વિષયે પ્રાપ્તિ કરતાં પ્રાપ્તિ પહેલાં માની લીધેલું સુખ એને પ્રાપ્તિ કરાવવા પ્રેરણું કરે છે. ત્યારપછી એની પ્રાપ્તિને વિચાર કરીએ.
આખું જીવન તપાસશું તે, છે એ વસ્તુમાં પ્રેમ કે સંતોષને બદલે, નથી એના વિચારમાં અને એને મેળવવાની ખટપટ અને દોડાદોડમાં એ ગુંથાઈ ગયેલું જોવામાં આવશે. એ એક જ બાબત સ્થૂળ વસ્તુઓના સુખને નકામું બનાવવા માટે પૂરતી છે. એક વ્યવહારદક્ષ ચગી ગાઈ ગયા છે કે
તૃષાથી ગળું સુકાઈ જતું હોય ત્યારે સ્વાદિષ્ટ ઠંડું પાણી મળે તેમાં સુખ શું? ભુખથી પેટમાં બળતરા ચાલતી હોય ત્યારે રોટલી કે ભાત મળે તેમાં સુખ શું? રાગને અગ્નિ જળી રહ્યો હોય ત્યારે તેના નિવારણનું સાધન મળે તેમાં સુખ શું? એ તે બધા વ્યાધિને નિવારણ કરવાના ઉપાયો છે તેને આ પ્રાણી ભૂલથી સુખ માની બેઠે છે.” આ વાર્તા બહુ વિચારવા જેવી છે. વસ્તુત: સ્થળ વસ્તુની પ્રાપ્તિમાં સુખ નથી. જેમને આ વસ્તુ મળી નથી તેઓ એમ ધારી રહ્યા છે કે એની પ્રાપ્તિમાં જરૂર સુખ છે અને તેથી જેમને એ વસ્તુ મળી ગઈ છે તેમને તેઓ પિતાની નજરે સુખી ધારે છે. બાકી હવેલીમાં વસનાર કે બન્ને વખત ભાણું ભરી ભજન કરનારને પૂછો, તેઓનાં હૃદયનું પૃથક્કરણ કરે, તે સમજાશે કે આ વાત સત્યનથી ધનવાળાને કે સાધનસંપન્નને સુખી માનવા જેવી બીજી ગંભીર ભુલ કેઈ નથી.