________________
૩
વિચારણા અને અવેલેકના જાય. ત્યારે આમાં સમજવું શું? કરવું શું? ક્યાં જવું? કેને પૂછવું? આવા આવા સવાલે થશે. આપણે એ સર્વ બાબતો પ્રસંગે મેળવી વિચારતા રહીએ.
આપણી સર્વ ક્રિયાઓમાં અંતિમસાધ્ય સુખપ્રાપ્તિનું માનેલું હોય છે. પણ એ સુખને ખ્યાલ બહુધા બહુ જ સ્કૂળ હોય છે અને ઘણે ખરે અસ્પષ્ટ હોય છે. ખરું સુખ શું છે? અને ક્યાં છે? તેને ખ્યાલ જ બહુ અચોક્કસ અને ઘણે વિચિત્ર હોય છે. પ્રથમ આપણે સ્થળસુખ તપાસીએ તો તેમાં તે કાંઈ સાર જેવી વાત નથી. ખાવાનાં સારાં પદાર્થો મળે, શરીરે આભૂષણો ધારણ કરવાનાં મળી આવે, કે રહેવાને હવેલીઓ મળે,-ટૂંકમાં કહીએ તે. ઈદ્રિયનાં સર્વ સુખ મળે કે તે સુખ માણવાનાં સાધન ઉપસ્થિત થાય કે લભ્ય થાય તેમાં તો કાંઈ સાર નથી, કેમકે તે બહુ થોડો વખત રહેનાર હોય છે. તેવા અલ્પસમયસ્થાયી વિષયને સુખ માનવું એ મોટામાં મોટી ભૂલ છે. વળી પિલ્ગલિક વસ્તુની બાબતમાં એક બીજો પણ ખ્યાલ રાખવાને છે કે એ વસ્તુઓ જ્યાં સુધી પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી જ એની મઝા છે. એક ઘડીઆળ લેવા બાળકને ઇચ્છા થાય છે, તે ન મળે ત્યાં સુધી તેને તેની પ્રાપ્તિથી બહુ સુખ મળશે એમ એ ધારે છે. પગે ચાલનારને ગાડી કે મેટર વસાવવામાં સુખ લાગે છે, ભાડે રહેનારને ઘરના ઘરમાં સુખ લાગે છે, મુશીબતે પણ જેવું તેવું ભોજન મેળવનારને મીઠાઈ કે દૂધપાકપુરીમાં સુખ લાગે છે. બાકી એ વસ્તુ મળ્યા પછી પરિણામે કાંઈ નથી, એકાદ બે કલાક કે અમુક દિવસ જરા