________________
હમ.
5/
v
v
/
૪
સજુવાલુકાને તીરે
સકળ મુખ ધાવના. ચલના સુરભીકે બંધ છૂટે,
ઘૂવડ ભયે અપૂઠે; ગ્વાલ બાલ મિલકે,
બિલેવત વાવના. ચલના તજ પરમાદ જાગ,
તું ભી તેરે કાજ લાગ; ચલના ચિદાનંદ સાથે પાય,
બિરથા ન (આયુ) ખેવના. ચલના એક બાજુ વર પરમાત્માની પરમજ્યોતિને લય લાગી રહ્યો હતો, તેવામાં આ પ્રેરક ગાન સાંભળી ચિત્ત ચમકયું. બોલનારને અત્યંત સુંદર રાગ, લય અને તાનપૂર્વક ગાવાની શુદ્ધ પદ્ધતિ, કંઠનું રસિક માધુર્ય અને ચેતરફનું તદ્દન શાંત વાતાવરણ હૃદય પર સચોટ અસર કરતું હતું. ગાનાર દરેક પદ ચાર પાંચ વાર બેલી “ચલના જરૂરે જાકું, તાર્ક કેસે સેવણુ?” એ લય તે લગભગ દશ બાર વાર બેલતા. હતા, તેની હૃદય પર અનિર્વચનીય અસર થતી હતી, શુદ્ધ વાતાવરણની આંતર અસરને સાક્ષાત્કાર થતું હતું.
એ પ્રત્યેક લય વખતે મનને નવીન નવીન ભાવનાઓ થતી હતી, હૃદય અવનવા બનાવો પર સ્થિત થતું હતું, મગજ અનુભવેલી જૂની વિચારસૃષ્ટિ પર કલ્પનાનું જાળ પાથરી બેસતું હતું, ભવ્ય કલ્પનાઓ, દ, ચિત્રો સ્મૃતિપથમાંથી પસાર થતાં હતાં અને અનેક પ્રકારની શાંત લાગણીઓ અને જીવનકલહના ફાંફાઓની અલ્પતા જોતા હતા. “ચલણું જરૂર’ આ વાત સાચી હશે, જરૂર જવાનું જ છે તે પછી