________________
મળેલી ગુમાવેલી તક અગવડે ઉપકાર કરવાનાં કારણે પ્રાપ્ત થયાં હશે, અનેક વાર તું સમાજ, જ્ઞાતિ કે સંસ્થાને ઉપરી બન્યો હઈશ, અનેક વાર મોટા જંગલમાં તારી પાસે કેઈએ અન કે જળની માગણે કરી હશે, અનેક વાર તું વર્તનમાં મૂક્યા વગર સૂત્ર સિદ્ધાંતને અભ્યાસ કરી ગયો હઈશ, તે મેરુ પર્વત જેવડે મટે ઢગલે થાય તેટલા ઘામુહપત્તિ કર્યો હશે અને છતાં આમ કેમ? પણ હવે આવી અગાઉની તે તને કેટલી વાત યાદ આપવી ? હવે તે ભવિષ્યને વિચાર કર. હવેથી નિર્ણય કર કે- આ વખતે તે પૂરતે લાભ લે છે, મળે તે તકને જરૂર ઉપયોગ કરે છે, જ્યારે જ્યારે પ્રગતિ કરવાના પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે જરૂર આગળ વધવું છે અને અત્યાર સુધી જે અનેક વખત ભૂલ કરી છે તેનું આ વખતે પુનરાવર્તન કરવું નથી, તેવી ભૂલ વધારે વખત કરવી નથી અને મળતો લાભ ગુમાવ નથી. તારે આ અવસર ચૂકે નહિ. તારે વિચારવું કે આ વખત ફરી ફરીને મળનાર નથી. તેને અત્યારે ઘણા પ્રકારની અનુકૂળતા મળી છે. તારા શરીરસ્વાથ્ય કે ધનસંપત્તિને અંગે તે ધારીશ તે સંતોષ લઈ શકીશ. બાકી તું ઉપર ઉપર જોયા કરીશ તે તે તારા કેડ કેઈ કાળે પૂરાવાના નથી. તારી પાસે લાખ હશે અને લાખાવાળા અન્યને તું જઈશ અને લાખ હશે તે કડેવાળાને જોઈશ એ રીતે તે મનેરથભટ્ટની ખાડ ભરાશે નહિ અને તારે આગળ વધવાનાં તે સ્વપ્નાં જ થઈ પડશે.
માટે હવે અવસર વતી લે, વર્તમાન સ્થિતિમાં સતેષ રાખી લે, તક મળે તેને લાભ લે, આત્મપ્રગતિ કરવી છે તે વિશાળ સાધ્ય લક્ષ્યમાં રાખ, લેકેષણ