________________
સંગ્રહ કર્યો છે. એમાં દિધ નહિ આવે, પણ જુદાં જુદાં દષ્ટિબિન્દુઓને સમજવાં તે પડશે. એમાંથી કઈ ઉપાદેય તત્વ પ્રાપ્ત થાય તો લેખકનો પ્રયત્ન સફળ થવા સાથે જિજ્ઞાસુને લાભ થશે અને તે નિમિત્તે લેખકના પ્રયત્નને કાંઈક બદલે મળશે. આમાંને કઈ પણ લેખ સાહિત્યની દષ્ટિએ લખાયેલ નથી. એમાં જ્ઞાનને બતાવવાનો આશય હતો નહિ અને હેઈ શકે નહિ. સાહિત્યને અને આત્મદષ્ટિને ખાસ વિરોધ નથી, પણ સાપેક્ષદષ્ટિએ નજર કઈ રહી છે તે પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર જણાય છે. આ લેખ ઉતાવળથી વાંચવામાં લાભ નથી અને વાંચીને સાહિત્યનજરે ટીકા કરવા લાયક પણ નથી. એમાં આદરણીય તત્ત્વ જણાય તે જીવવા લાયક છે અને તે દ્રષ્ટિએ લેખો વાંચવા ખાસ વિજ્ઞપ્તિ છે. આત્મિક વિચારણામાં દેખાડે કરવાને કે વિદ્વત્તાને આડંબર કરવાને સ્થાન નથી અને તે રીતે એ લેખો ઉપર વિચારણું થાય તે આત્મહિત ખાતર જરૂરી છે. આ સંગ્રહ નવલકથાની રીતે વાંચ નહિ કે રેલવે કે ગાડીમાં બે પાનાં વાંચ્યાં ન વાંચ્યાં અને બીજી ખટપટ કે વાતમાં પડી ગયા તે રીતે વાંચવાને નથી. શાંત સમય, શાંત વાતાવરણ અને મનની સ્થીરતા હોય ત્યારે વાંચી તે પર વિચાર થશે તે તેમાંથી કાંઈક પ્રેરણાત્મક તત્ત્વ મળી શકશે એવી લેખકની માન્યતાને પરિણામે આ સંગ્રહ સાદર કરવામાં આવે છે. આટલી વાત કરી જનતાને વિજ્ઞપ્તિ કરૂં છે કે આ લેખમાં પુનરાવર્તન દેખાય તો ક્ષમા કરવી. લેખ જૂદે જુદે વખતે લખાયેલા છે, એટલે એના સંગ્રહમાં પુનરૂક્તિ દેખાય તો તે ક્ષેતવ્ય ગણાવા અભ્યર્થના છે. - - આ સર્વ લેખે શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં છપા