________________
[૪] મારા લેખેને મારી સગવડ ખાતર મેં છ વિભાગમાં વહેંચી નાખ્યા છે. આ સંગ્રહમાં મેં બનતા સુધી (૧–૧) અને (૧-૨) વિભાગના લેખેજ દાખલ કર્યા છે. આ આખા સંગ્રહમાં માત્ર આત્મદષ્ટિને જ નજરમાં રાખી છે, એમાં સામાજિક કે ચર્ચાત્મક લેખ એક પણ નથી અને એકાદ અપવાદ સિવાય લગભગ સર્વ લેખે જેન કે જેનેતર આનંદથી વાંચી શકે એવા હેઈ, જાહેર પ્રજાને સાદર અર્પણ કર્યા છે, - આ લેખમાં વિવિધતાતો છે, પણ લગભગ દરેકની પાછળ
આંતરદશા સન્મુખ થવાની તાલાવેલીની ભાવના હોઈ, એ સંગ્રહનું નામ “સાધ્યને માગે? રાખ્યું છે. સાધ્ય તે સર્વનું એકજ હોઈ શકે. આ જંજાળમાંથી મુક્ત થઈ અનંત આનંદનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવું અને નિર્વિકાર દશામાં રહી સુખ દુ:ખ કે રાગદ્વેષાદિ દ્વંદ્વોનો સર્વથા ત્યાગ કરવો અથવા તે પર વિજય પ્રાપ્ત કરે. આ “સાધ્ય” ને “માગે વધતાં કેવી કેવી વિચારણા થાય, તે મારા શબ્દોમાં જુદે જુદે પ્રસંગે વ્યક્ત કરી છે, અને સ્વપરહિતની નજરે અત્ર તેને સંગ્રહ કર્યો છે.
સાધ્યને માર્ગ સહેલે પણ નથી અને વિકટ પણ નથી, પણ એ રસ્તે ચઢવા માટે અંદર પાકો નિર્ણય કરવાની જરૂર છે. એની કઈ કઈ ચાવીઓ મળી જાય તે પ્રયાસ કરવા ચગ્ય છે અને સફળ થાય તે ખાસ આદરણીય છે. એવા માર્ગે જવાની ભાવનાકાળે સુમુક્ષ તરીકે મને કઈ કઈ રણુ થઈ તે નેંધી રાખી છે અને તેને અત્ર