________________
યેલા છે તેમાંથી તારવી કાયા છે. એ લેખની પાછળ એક જ ભાવના જણાશે અને એ સર્વને સાર એકાદ વાક્યમાં મેળવી શકાય તેમ છે અને તે શોધી કાઢવા વાચકવર્ગને વિજ્ઞપ્તિ છે. તેમાં પણ તે ભાવ અવારનવાર વ્યક્ત થઈ ગયું છે. આ જીવનનું રહસ્ય પ્રાપ્ત કરવા અને તેનું સાફલ્ય કરવા માટે પોતાનું છે અને પારકું શું છે તેની શોધ કરવી અને આંતર પરિણતિ નિર્મળ રાખવી એમાં સર્વ લેખેની પાછળની ભાવનાને સમાવેશ થઈ જશે. એ વિષય ઘણે વિશાળ છે અને છતાં એક વાક્યમાં સકેલી શકાય તે છે. એને ઘણું દષ્ટિબિન્દુથી વિચારવાની જરૂર કષ્ટસાધ્ય જીવ માટે છે અને આપણામાંના ઘણાખરા એ વર્ગના હેઈ એને કેઈ ઉપયોગી વિચારપ્રવાહ મળે તો તે સુગ્ય છે એમ વિચારી આ સંગ્રહ તૈયાર કર્યો છે.
આવા લેખ લખવાની મારી યોગ્યતા કેટલી ઓછી છે તે હું સારી રીતે સમજું છું. મને અનેકવાર લાગ્યું છે કે ઘણુવાર મેં નાને મહેઠે મેટી વાત કરી છે. એમ કરવામાં મારી કોઈ કોઈ સુખી ક્ષણ માટે મારી જાતને ધન્ય માનું છું. લેખ લખનારમાં એવી વાતેમાંનું કાંઈ છે કે નહિ તે જોવા કરતાં વિચારમાં કાંઈ માર્ગદર્શન છે કે નહિ એ નજરે લેખો વિચારાય એમ હું ઈચ્છું છું. મારી તાકાત બહારની ઘણી વાતે મેં કરી છે એને સ્વીકાર કરતાં મને જરાપણ સકેચ નથી. જેમ ઉપમિતિ કથામાં વિમળાલેક અંજન (જ્ઞાન), તત્વપ્રીતિકર પાણી (દર્શન) અને મહાકલ્યાણક ભેજન (ચારિત્ર) ભર્યા છે તેમ આમાં ક્રિયાનાં રહસ્ય અને અનુભવનાં સ્ફલિગે સંસ્પર્યા છે