________________
[૭] અને ઉકત કથા એના મહાન લેખક શ્રી સિદ્ધર્ષિ પર ઉપકાર કરવા સારૂ વાંચવા સાંભળવા એમણે વિજ્ઞપ્તિ કરી છે, તેમ આ લેખે મારા પર ઉપકાર કરવા વાંચવા વિજ્ઞપ્તિ છે.
આ સંગ્રહમાં ૨૫ લેખો છે. એમાંના ઘણાખરાને શ્રી જૈન ધર્મ પ્રકાશના તંત્રીએ વાષિક અનુક્રમણિકામાં નતિક લેખની કક્ષામાં મૂક્યા છે. એ વાત મને સમીચીન લાગે છે. એમાં અચળ જૈન સિદ્ધાંતને વાંધો આવે તેવી એક વાત ન આવે એની ખાતરી છે એનું જૈન ધર્મ પ્રકાશ માસિકમાં સ્થાન છે, પણ તે ઉપરાંત એમાં વ્યવહાર અને નીતિનું મિશ્રણ એવી રીતે થયું જણાય છે કે એને સાધ્યને માગે” ઉપનામ મળે તો એની સાર્થકતા નામાભિધાનમાં થાય છે એમ મને લાગે છે. નીતિ અને ધર્મને વિરોધ તો હોય જ નહિ એતે સામાન્ય વાત છે, પણ નીતિની ઉત્કૃષ્ટ હદે ધર્મના અંતરમાં પ્રવેશ ઠેઠ સુધી થઈ શકે છે એ જૈન ધર્મનું અનેકાંત સ્વરૂપ સમજનારને જણાવવાની ભાગ્યેજ જરૂર હોય.
વારંવાર મનન કરી આ લેખ વાંચવા વિજ્ઞપ્તિ છે. અત્યારે વાંચનની એટલી દિશાએ ઊઘડેલી છે અને ઊઘડતી જાય છે કે એમાં વારંવાર વાંચન કરવાનું સૂચવવું એમાં પણ ધૃષ્ટતા લાગે છે, છતાં અમુક દ્રષ્ટિ નજરમાં રાખી ધૃષ્ટ ગણવાના ભેગે પણ એવી વિજ્ઞપ્તિ કરું તે કૃપા કરી તે તરફ લક્ષ્ય આપવું અને ધૃષ્ટતા માટે ક્ષમાયાચના કરું તેને સફળ કરવી.
મહુવા નિવાસી શ્રી વનમાળીદાસ રાયચંદ વારૈયાના