________________
vvvvvvvvv V '^^ws
૧૫ર
સાધ્યને માગે જૈન મળે નહિ. એક સંપ્રદાયે વધે કાઢ્યો કે સમવસરણમાં કુલે પાથર્યા છે તે પર પગ કેમ દેવાય? એક કહે કે ભગવાન ઈરિયાવહિ પડિક્કમતા નથી અને આ બધી ધમાલ શેની કરે છે? એક કહે કે શાસ્ત્રમાં ભગવાનને ચતુર્મુખ કહ્યા છે અને અહીં તે એક જ મુખ દેખાય છે, તેથી આમાં કાંઈ માયાવીપણું હોવું જોઈએ. ભગવાનને તે આ સર્વ ચર્ચા ઉપર ઉપેક્ષા હતી. તેમણે તે યાદ્વાદનાં સૂત્ર અને વસ્તુસ્વભાવ પર તેમજ નય અને કર્મનો સિદ્ધાંત પર ખૂબ વિવેચન કર્યું અને આત્મસન્મુખતામાં ધ્યાનયોગની વિશિષ્ટતા બતાવી. એમને સાંભળનારા છક્ક થઈ ગયા, પણ એમાં એક પણ જૈન જોવામાં આવ્યું નહિ. ભગવાનને એને ખુલાસો પૂછવા જતો હતો તેવામાં તે આંખ ઊઘડી ગઈ.
વિચાર શું કરું? મારું કપાળ એક હવેલીમાંથી મથુરાને બે મિષ્ટાન્ન ખાઈ દરરોજ અગિયાર વાગે સવારે બહાર નીકળે. બહાર એક મસ્ત સફેદ ગેધ ફરતે હોય કે બેઠા હોય તેને એ દરરોજ મહાલતે જુએ. એનું સ્વચ્છ હૃષ્ટપુષ્ટ રૂની પુણી જેવું શરીર જોતાં
બાજીને દરરોજ એના પર વારી કરવાનું મન થઈ આવે. એમ છ માસ સુધી એ દરરોજ અગિયાર વાગે ખાઈપીને બહાર નીકળે અને એને એકને એક જ વિચાર આવ્યા કરે અને વળી પાછો નિર્ણય કર્યા વગર એ ચાલ્યો જાય. છ માસ પછી બીજી એક દિવસ ખૂબ ખાઈપીને હવેલીમાંથી