________________
કેટલાક પ્રશ્નો
૨૬૯ પિકાર કરવાથી એને પ્રભુ રીઝી જઈ એને તેડી જવા વિમાન લઈ આવશે કે ઘણું મંદિરે દેડાદોડ કરતાં દર્શન કરવાથી ભગવાનનો ભેટો થઈ જશે-આવી આવી અનેક. બમણુમાં એ દોડે છે, અન્યને ભેજન આપે છે અને જ્યાં ત્યાંથી હુકે રસ્તે અમરત્વ બહારથી આવી પડશે એમ ધારી, ફાંફા મારે છે; પરન્ત ભાઈ! તારે જોઈએ છે તે તારી પાસે જ છે, એને બહારથી લેવા જવાનું નથી, એ માગ્યું મળે. તેમ નથી, આખું અપાય તેમ નથી અને એને આપનાર અન્ય કેઈ નથી. ત્યારે આ સર્વ દેહાદેડ શેની છે? એ તદ્દન સમજ્યા વગરની સ્થિતિનું પરિણામ છે. મન્દિર મન્દિર દેડનાર પતે કેને શોધે છે? તે વિચારતો નથી. અન્દર રત્ન તે બેઠેલ જ છે, માત્ર ઊંઘે છે, પિતાનાં પ્રકાશ અને વીર્યની એને ખબર નથી, એ પોતાને ઓળખતે નથી એણે એ આ કેફ કરેલ છે કે એની પરીક્ષકશક્તિ કુકિત થઈ ગઈ છે, પિતાની પાસે છે તેને એ બહાર શોધવા દોડે છે અને નકામા આંટા માર્યા કરે છે. એનાથી સ્વર્ગાદિ મળે તે અંતે પાછું અરઘદૃઘટિકામાં જ પડવાનું થાય છે. જરા પિતાની જાતને ઓળખે, એની ગુપ્ત શક્તિઓને ઓળખે અને અજ્ઞાનને દૂર કરે. પ્રકાશ વગર ફાંફાં છે. અવ્યવસ્થિત પ્રયત્નો કરવામાં મોટો સમય કાઢી નાખે છે. હવે ટાઢા પડે, ધીરજ રાખે, અને સ્થિરતા સમજી. અંદર બેઠેલાને જગાડે. બેટા આંટા મારવા બંધ કરે..
તમે આ શું બોલ્યા? દરેક બાબતમાં બોલવું જ જોઈએ એ કાંઈ નિયમ.