________________
રા,
સાધ્યને માગે. શ્રી હરિભદ્રસૂરિએ મુક્તકઠે કહ્યું છે કે “મારે મહાવીર ભાઈ નથી અને મારે કપિલ વિગેરે તરફ દ્વેષ નથી, જેનું વચન યુક્તિસંગત હોય, જે દલીલથી બેસે તેવું હોય, તેને સ્વીકાર કરે.” આ કેટલી વિશાળતા! એમાં દંભ નથી, ગેટ નથી, આડે રસ્તે ઉતારવાનો પ્રયત્ન નથી. એ સત્યના શેાધક હતા, સત્યની પ્રાપ્તિ માટે મહા પ્રયાસ કરનાર હતા, સત્યને કોઈ પણ પ્રકારે પવનારા ન હતા અને ગમે ત્યાંથી સત્ય મળે તે તેને સ્વીકાર કરનારા હતા. એને મારાતારાની ભાવના જ ન હતી, એને સત્ય શોધવું હતું અને સત્ય ખાતર એ સર્વસ્વમો ભેગ આપવા તૈયાર હતા.
એ હરિભદ્રસૂરિએ ષદર્શન સમુચ્ચય ગ્રંથનું મૂળ લખ્યું. તેના માત્ર ૮૭ લેક છે. એ આખો ગ્રંથ લખતાં એમના પેટમાંથી પાણું ચાલ્યું નથી, એમની વાણમાં રેષ કે પ્રસન્નતા આવ્યા નથી, એ વિશાળ ગ્રંથમાં જરા પણ આગ્રહ નથી, કે દમ દઈને પરાણે જેન બનાવવાની સૂચના પણું નથી. છ દર્શનનું સ્વરૂપ લખવું, લખનાર જોન હોય, છતાં બાકીનાં પાંચે દર્શનને બરાબર ઈનસાફ આપે, અને જેનની વાત જે ભાષામાં લખી હોય તેવી જ સેમ્ય ભાષામાં પાંચે દર્શનની વાત કહી જવી અને એટલી ટૂંક સંખ્યાના ભાવગભિત શ્લોકમાં સર્વ રહસ્ય બતાવવું અને છતાં અંગુલીનિર્દેશ કરી ચાલ્યા જવું, એ સનાતન જૈનની સમુચ્ચય દૃષ્ટિની આદર્શ વિશાળતા છે. . પણ ખરી મજા તે એમના શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગંથમાં આવે છે. ત્યાં એમણે દરેક દર્શનની તપાસ કરી છે છતાં પિતાનું તટસ્થપણું બરાબર જાળવ્યું છે. જ્યાં સુધી