________________
સમુદતીરે મિત્રષ્ટિ
૨% અમુક તત્વજ્ઞાન એક મત કે પંથમાં ઊતરી જતું નથી અને જ્યાં સુધી એ પિતાનું શુદ્ધ દર્શનત્વ જાળવી શકે છે, ત્યાં સુધી એનામાં કેટલી વિશાળતા હોય છે એ સમજવા માટે શ્રી હરિભદ્રસૂરિને બહુ ઊંડે અભ્યાસ જરૂરી છે. તેઓશ્રીના પંચાશક દશક વિગેરે ગ્રંથ જોતાં કિયામાર્ગની અગત્ય તેઓ પૂરતી સ્વીકારે છે, પણ ક્રિયામાં સર્વસ્વ હોય એમ તેઓ કદી બતાવતા નથી. જ્ઞાનક્રિયાના સહચર્યને તેઓ બરાબર સમજાવે છે અને તે પ્રમાણે તે સમયનું વર્તન હોય એવા એમના ગ્રંથમાં અનેક સ્થાનકે પૂરાવા દેખાઈ આવે છે.
આવી મહાન વિશાળતા અને સાથે લબ્ધલક્ષ્યપણું એક હજાર વર્ષ પહેલાના આચાર્યોમાં બરાબર દેખાઈ આવે છે. તેઓ એમ માનતા કે કવેતાંબર હોય કે ગમે તે હોય, જેને આત્મા સમભાવથી ભાવિત હોય તે જરૂર મોક્ષ મેળવે છે અને તે વાતમાં સંદેહ નથી. એમને બાહ્ય વેશ ઉપર મેહ નહોતે, એમને તે અંતર રાજ્ય કેવું વર્તે છે, ત્યાં શાંતિ સમતા છે કે ઉકળામણ છે એ જોવાનું હતું. એમનું લક્ષ્ય દેખાવ કરતાં અંતર તરફ વધારે હતું.
પરમસહિષ્ણુતા તે વખતે એટલી સુંદર હતી કે દરેક ઊંડા ઊતરી વસ્તુ સ્વરૂપ તપાસતા અને સત્યના જે અશે મળે તે હાંસથી સ્વીકારતા અને પ્રત્યેક મત કે સંપ્રદાયને તેટલા પૂરતું માન આપતા.
શ્રી સિદ્ધર્ષિ ગણીએ પિતાની ઉપમિતિભવપ્રપંચા કથામાં આખા ગ્રંથને જોડે એક વૈદ્યની કથા લખી છે