________________
૨૮૦
સાધ્યને માગે. (પ્રસ્તાવ ૮ પ્રકરણ ૨૦). એ કથામાં એમણે ખૂબ વિશાળતા બતાવી છે. એમણે અનેક પ્રકારના વૈદ્યોની શાળાની તપાસ કરીને છેવટે તેનું રહસ્ય સમજાવ્યું છે, સાધ્યપ્રાપ્તિ માટે ભાવવિશુદ્ધિ ઉપર જ પૂબ ભાર મૂક્યો છે અને બાહ્ય વેશ માટે ચિંતા ન કરવાનું કહ્યું છે. વ્યાપકભાવ અને વિશાળળતાના દર્શન કરવા હોય તે ત્યાં જોઈ લેવા જેવું છે.
એ વિશાળતા કેઈ કાઈ પ્રસંગે શ્રીમાન હેમચંદ્રાચાર્યમાં પણ જોવામાં આવે છે. ખાસ કરીને એમના સમયમાં તેમણે શ્રી સિદ્ધરાજની રાજસભામાં “ચારિજિયની ચાર ન્યાયને અંગે જે વિશાળતા બતાવી છે તે અનુપમ છે. એમને રાજસભામાં નિરંતર બ્રાહ્મણે સાથે લડવાનું હતું. સિદ્ધરાજનું વલણ બ્રાહ્મણે તરફ હતું. હેમચંદ્ર રાજાને કહ્યું કે ધર્મ સંબંધી સત્ય તે જેવી રીતે બ્રાહ્મણની સ્ત્રીને ઝાડની નીચેની સર્વ વનસ્પતિમાંથી જરૂરની વનસ્પતિ મળી ગઈ એમ મળે છે. સત્ય વનસ્પતિ ક્યાં હતી તેને સવાલ જ નહોતે, પણ પતિને વૃષભને બદલે પુરુષ બનાવવાનું સાધ્ય હતું. સાધ્ય સ્પષ્ટ હોય તો તેની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે. કઈ વનસ્પતિથી પતિ મનુષ્ય થયો એના ઝગડામાં પડવાનું જ ન હોય. તેને પતિ મનુષ્ય થયે એ સાચી વાત છે અને તે પ્રયત્ન કરવાગ્ય છે. સત્યશોધન માટે, સાધ્ય પ્રાપ્તિ માટે સર્વ વનસ્પતિ ભેગી કરવાની જરૂર છે. આ વાતમાં મહાન સત્ય છે અને તે પ્રાપ્ત કરવું, તેને પચાવવું એ આકરું પણ જરૂરી ક્તવ્ય છે. વિશાળ હદય વગર અને વિશ્વદર્શનની આવડત વગર એ અશકય છે.