________________
૨૦૦
સાધ્યને માર્ગે આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણી; સંસારની માયામાં મેં તે, વલેલું પાણી.
- આવી રૂડી, વિગેરે આ વાંચીને કાંઇ વિચાર થયો અને તેના પરિણામે ઉપરનું મથાળું બંધાયું. આટલે ઉપઘાત કરી આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ.
મુદ્દા પર આવતાં એકદમ ગંભીર વાત કરી દઈએ. જન ધર્મમાં ભકિતયોગ જેવું કાંઈ છે ખરું? હેય તે તેનું સ્થાન શું? આ અતિ મહત્વને પ્રશ્ન છે અને ખાસ પૃથક્કરણ કરી ચર્ચવા યોગ્ય છે. એ પ્રશ્નને બીજે છેડે આનંદઘનજી મહારાજ બેઠા છે, તેઓ કવન કરી ગયા છે –
ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત હ; કપટ રહિત થઈ આતમ અરપણું રે, આનંદઘન પદ રહ. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે.
આ તે ઉત્કૃષ્ટ વાત કરી નાખી. હવે વચ્ચેના ભાગે જોઈ લઈએ, એટલે પછી બધા રસ્તા, તેનાં મૂળ અને તેનાં સાળે સ્વત: જણાઈ આવશે.
આર્યાવર્તના સર્વ ધર્મ ધ્યાનયોગને પ્રાધાન્ય આપે છે. ધ્યાનના ભેદે અને ધ્યેયના વિભાગે જુદાં જુદાં પ્રત્યેક દર્શન બતાવશે. ધ્યાગ વગર કોઈને ચાલ્યું નથી. મનની એકાગ્રતા કરી સ્થિર ચિત્ત એક વસ્તુમાં મનને પરવવું અને તે દ્વારા ચિત્તસ્વાથ્યથી સત્ ચિત અને આનંદની લહરી અનુભવવી અને તેની જુદી