________________
પાણી વલાવ્યું.
[ ૧૬ ]
આવું શિર્ષક (મથાળું) વાંચી આશ્ચર્ય થશે. દુનિયામાં છાશ વલેાવાતી જાણી છે, છાશ લેાવનારને જોયા છે અને છાશમાંથી માખણુ તરી આવતુ એને પિરણામે જોયું છે; . પરન્તુ કાંઈ પાણી તે વલાવાતુ હશે ? કોઇ પાણી વલેાવતું હશે ? અને ક્લાકા સુધી પાણી લાવે તે તેથી વળે પણ શું ?
અહીં જરા ચાખવટ કરીએ. વલાવવુ એ ગુજરાતી ભાષાના શુદ્ધ પ્રયાગ છે. એના અર્થ તેમાં કોઇ ચીજ નાખી હલાવવું એમ થાય છે. દહીની છાસ કરી, એક મેાટી ક્રેઘડી કે ગેાળીમાં ભરી, ઉપરથી તેનું માઢું. અંધ કરી, અંદર લાકડાના દંડ નાખી, તેને દોરડાથી ખૂબ હલાવવા અને એ રીતે છાશમાંથી માંખણ કાઢવું એ ક્રિયાને છાશનું વલાવણ કહે છે. વલાણાની છાશ-પ્રસિદ્ધ શબ્દ છે. લેાકા હવે ઘેર ગાય, ભેંસ રાખતા આછા થઇ ગયા છે, તેને આ શબ્દપ્રયાગ દાચ અપરિચિત લાગે એ વાત અનવા જોગ છે. એ ગ્રામ્ય • પ્રયાગ નથી. અત્ર ભાષા શાસ્ત્રની ચર્ચા નથી, પણ વલેાવવું શબ્દ કોઈને જાણવામાં ન હેાય તે ગેરસમજુતી ટાળવા માટે જરા ખાજુની અને સહજ અપ્રસ્તુત વાત અત્ર કરી છે.
ત્યારે આવું મથાળું શું કર્યું? અને કયાંથી સૂઝ્યું ? આ વાત પણ કહી દેવા જેવી છે. આજે એસતા મહિના હાવાથી ચાલુ નિયમ પ્રમાણે સ્નાત્રપૂજા કરતાં ચાસઠ પ્રકારી પૂજામાંથી છઠ્ઠી પૂજા ભણાવી. તેમાં સમર્થ કવિ એક જગ્યાએ - ગાઇ ગયા છે: