________________
કેટલાક પ્રશ્નો
[૨૧] સમજવા છતાં આમ કેમ? આ પ્રશ્ન અન્યને ઘણી વાર પૂછવાનું મન થઈ આવે છે. એવા પ્રશ્નો અનેક વાર પૂછાતાં સાંભળ્યા પણ છે. વાસ્તવિક રીતે એ પ્રશ્ન પિતાની જાતને પૂછવા જેવું છે. એકાન્ત
સ્થાન ધી, મન સ્થિર કરી, સ્થિર આસને બેસી, ચેતનરાજને પૂછવું કે–આ તે તારા ઢંગ શા? તે કેશુ? તારે અભ્યાસ કેટલો? તારા આદર્શો કેવા? અને છતાં તું શું કરી રહ્યો છે? શેમાં ગૂંથાઈ ગયે છે? તારે અહીં કેટલું બેસી રહેવું છે? અને આ સર્વ શેને માટે કેને માટે? ક્યા ભવ માટે? અને તે સમજુમાં લેખાય છે. તારી ઊંડી ઊંડી માન્યતા પણ એવી જ છે કે તું ચતુર છે. સભ્યતા ખાતર તું જાહેરમાં ન બેલે, પણ તારા ઊંડાણમાં તને તારે માટે મોટપ તે જરૂર છે. એવા સમજુને અનુરૂપ તારું વર્તન છે? તું સામાન્ય જનતાથી જરા પણ ઊંચો આવી શક્ય છે? તારે ખાલી હાથે જ ચાલ્યા જવું છે ને? તે અત્યાર સુધી ઘણું મેળવ્યું એમ દુનિયા કહેતી હોય તે સમજ કે તેં અત્યાર સુધી ઘણું ખાયું છે. તારી જાતને તે વિચાર જ નથી કર્યો. તું પ્રવાહમાં તણાઈ ગયે છે. હજુ તણાતે જાય છે અને છતાં પણ સમજી હવાને તારો નિર્ણય ફરતે નથી. તારામાં લાંબી નજરે-તારા આત્મહિતની નજરે જોવાની “સમજણુ” આવી છે? આવી હોય તે તે સમજણના નિર્ણય અનુસાર તારું વર્તન થયું છે? હવે