________________
૨૬૬
સાધ્યને માર્ગ
આ સમપણાના ફાંકાની વાયડાઈ છેડી દઇ, અંતર્મુખ થા, અને અંતરષ્ટિએ સમાલેાચના કર. સમજણુના ફાંકામાં ખાલી તણાઇ જા નહિ.
*
*
તમે જાગ્યા?
પ્રભાતે આવો સવાલ ઘણી વાર સાંભળ્યો હશે. જાગ્યા છીએ ? કદી ખ્યાલ પણ આવ્યા છે કે ઊંધીએ જ છીએ. જાગનારની આ દશા હાય ? એના કામમાં કાંઇ વ્યવસ્થા હાય, દીર્ઘ નજર હાય, ભાવી પરિણામ તરફ ધ્યાન હાય, હૃદયના વહેણુ હાય. તારામાં એમાંનું કાંઈ પણ છે? ધાળે દિવસે ઊંઘીએ છીએ, આખા દિવસ ઊંઘીએ છીએ, માથુ મૂકીને ઊંધીએ છીએ. હજી પથ લાંખે છે, રસ્તામાં ખાડાખડીઆ પુષ્કળ છે અને ચારલૂટારાના ભય છે. અનેક પ્રકારે કહેવામાં આવે છે કે જાગે, ભાઇ જાગે; પણ આ ચેતનરાજ તા મીઠી નિદ્રામાં હજી ઘેાર્યા જ કરે છે. એને ઊડવાનું મન થતું નથી, એને નિદ્રા મીઠી લાગે છે, એને આળસમાં પડી રહેવામાં મેાજ આવે છે. પણ સૂતાં સૂતાં રસ્તા કેમ કપાશે ? વાટ વસમી છે અને રસ્તા શાધવાના છે. જાગ્યા છીએ એમ માનવાના જરા
પણ ભ્રમ કરવા જેવું નથી. જ્યાં સુધી વ્યવહારનાં અનેક કાર્યો કરવાં છે ત્યાં સુધી જાગૃત સ્થિતિની ભ્રમણામાં પડવા જેવુ નથી. જાગેલાનાં લક્ષણૢ જ અનેરાં હાયઃ જાગેલા તેા રસ્તા શોધે અને સાધ્યને ગાતે. આપણને તે રસ્તાની પણ દરકાર નથી, તા સાધ્યની ઝાંખી પણ કયાંથી થાય ? જાગેલા હાય તે તે! આડુ અવળુ જોયા વગર પથે