________________
કેટલાક પ્રશ્નો પડી જાય, અને રસ્તે પૂછી આગળ વધે. આપણે તે વર્ષોના વર્ષે ગાળી નાખ્યાં, કાઢી નાખ્યાં, પરંતુ હજુ જ્યાંના ત્યાં ઊભા છીએ. ચેતનને ઢઢેળ, કેડ બાંધીને ઊભા થાઓ અને સાચા જાગે. જાગ્યા પછી આ ચેતનરાજ નિરાંતે બેસે નહિ, એ તો અંદર અને બહાર પ્રગતિ કરવા માંડે. આળસમાં પડી રહેવા જેવું નથી. જાગ્યા છીએ એવી ભ્રમણામાં પડ્યા રહેવા જેવું નથી. ઊંઘમાં વખત પૂરે થઈ જશે તો પસ્તાવાનો પાર રહે તેમ નથી અને આ અવસર વારંવાર આવે તેમ નથી.
આ તમારું ઘરનું ઘર કે ભાડાનું?
બહુ સામાન્ય પ્રશ્ન છે. તમે અનેકવાર તમારા નવપરિ ચિતની પાસેથી આ પ્રશ્ન સાંભળ્યો હશે. ઘરનું ઘર ? કોના ઘરનું? કેમનું? ઘર શું ? કેટલા વર્ષ માટેનું? અત્રેનો વાસ કેટલા વખતન? આવા ટૂંક સમયના રહેઠાણને ઘરનું ઘર કહી શકાય? વધારેમાં વધારે સે વર્ષની જિંદગી ગણે. સો વર્ષ માટે કે તેના એક નાના ભાગ માટે મળે, તે ઘરનું ઘર હોઈ શકે? ધર્મશાળામાં અને એમાં ફેરશે ? આ તો મેળા જેવું છે. એક દિવસ ધમાલ, ગાજવાજા, આવ જા દોડધામ અને બીજે દિવસે તાબૂજ ટાઢાં! પક્ષીએ ઝાડ પર રહેવા માટે માળો બાંધ્યું છે. કદી એ માળાને પિતાના ઘરનું ઘર માનવાની ધૃષ્ટતા કરશે? પામર મનુષ્યની ધૃષ્ટતા તે જુઓ. એ વેચાણખત કરાવશે, તે આકાશથી પાતાળ સુધીના અને પાવરચંદ્ર વિવારે ના હકકો તેમાં લખાવી લેશે; પરન્તુ આકાશ સાથે મારે સંબંધ છે? અને પાતાળમાંથી સોનાના ચરુ કાઢવા છે? આ કેવા વાયડા